SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ. (ષષ્ઠી કળા) પરગણામાં ગરાશ મ. ત્યારથી ગાદીના ખરા હકદાર તરીકેને દાવો જામગજણના વંશમાં રહ્યો, કહેવત છે કે વેર અને હાલ વારશામાં ઉતરે” તે પ્રમાણે છેક ૧૨ બારમી પેઢીએ જામશ્રી રાવળજી થયા ત્યાં સુધી ગાદી માટેની તકરાર ચાલી હતી, જામશ્રીગજણજીના વખતમાં દિલિહના તખ્ત ઉપર ગુલામ વંશનો બાદશાહ કુતબુદીન હતો. તેણે લાલ રંગના પત્થરનો ઘણેજ ઉચો મીનારે ચણાવ્યો હતો કે જે હાલ પણ “કુતુબમીનારા” નામે પ્રસિદ્ધ છે. જામશ્રી ગજણજીને હાલોજી, જીએજી (ઉ જેશાજી) અને લાખે છે એમ ત્રણ કુંવર હતા, તેમાં હાલજી ગાદીએ આવ્યા, અને લાખાજીના વંશમાં આમર શાખાના રજપુતો થયા હતા, અને યાજીના વંશમાં અબડા અને મેડ શાખાના રજપુતો થયા. આ અબડાજી મહાધર્માત્મા અને વીરપુરૂષ હોવાથી તેની હકીકત આ સ્થાનેં આપવી યોગ્ય જણાતાં નીચે પ્રમાણે લખવામાં આવેલ છે. “ અબડા-અણભંગ અબડે—અનમ" વગેરે ઉપનામોથી તે ક્ષત્રીયવીર કચછ ધરામાં પ્રસિદ્ધિ પામેલ હતા, તેના સમયમાં સિંધ ઉમરકેટમાં હમીર સુમરાના વંશમાં ધોધો અને ચનેશર નામના બને ભાઇઓ થયા હતા, તેઓ બનેને અંદર અંદર કુસંપ થતાં ચનેસર દિલહીપતી અલાઉદ્દીન બાદશાહ આગળ ગયે, અને કહ્યું કે “આપના પાયતખ્તના જનાના ભાવે તેવી સુંદર સુમરીઓ મેં આપમાટે રાખીહતી તે તથા મારૂં સવ રાજ્ય ધોધાએ ખુંચવી લીધાં છે, અને તે સિંધમાં મસ્તથે ફરે છે, તે આપ મારું રક્ષણ કરે. એટલું જ નહિ પણ આપ જાતે પધારી તે સુમરીઓ કબજે કરી તેને લઇ દિલ્હી પધારે” એ ઉપરથી બાદશાહ અલાઉદ્દીન મેટું લશ્કર લઇ સિંધ ઉપર ચડી આવ્યા ને ત્યાં જઇ હુશેનખાન નામના સરદારને ધોધા આગળ મોકલી કહેવરાવ્યું કે તમે બાદશાહી મોભાને જાળવી સુમરીઓને બાદશાહ સાથે નીકાહક કરાવી આપો, પરંતુ ધંધાએ તે વાત માની નહીં અને લડાઈ કરવા તૈયાર થયો, ઘોધે લડાઈમાં જતાં પહેલાં પોતાના ભાગ નામના વિશ્વાસુ નેકરને કહેલકે કચ્છમાં જામ અબડે અણુભંગ બહાદુર પુરૂષ છે તે મોટા મદોની મુછોના વાળને નમાવી મજ્યાને માથું દે તે છે જેથી શેવાળ નહીં છતાં તે ગાયજેવી ગરીબ સુમરીઓને ધર્મબંધુ થઇ આધાર આપશે, માટે ખપ પડેતો તમે તેનીજ મદદ લેજે, ઉપરની ભલામણ કરી પોતાના સામંત સુરાઓને સાથે રાખી બાદશાહ અલાઉદ્દીનના લશ્કર સામેં જઈ ઠંદ યુદ્ધ કર્યું, અને ઘણું મુસલમાનોનો ઘાણ કાઢયે, પરંતુ બાદશાહના સરદાર હુશેનખાંએ તેને મારી નાખે, એટલું જ નહીં પણ તેના મૃત શરીર (શબ) ને તે સરદારે બુટતી લાત મારી આ બનાવ ધોધાના ભાઈ અને શરે નજરે નજર જોયે, તેથી તેનું ક્ષત્રિ લેહી ઉકળી જતાં અને ભાતૃભાવ ઉત્પન્ન થતાં
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy