________________
૨ વિવિધ ચિત્રો સહ સરલ
છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ :
પ્રતિક્રમણ, પડિક્કમણું કે આવશ્યક ક્રિયા એ ત્રણેય એક જ અર્થના વાચક શબ્દો છે. આ પ્રતિક્રમણમાં મુખ્યત્વે “છ આવશ્યક’ની આરાધના કરવાની હોય છે. અવશ્ય કરવા લાયક કર્તવ્યને “આવશ્યક કહેવાય છે એટલે પ્રત્યેક જૈને આ ધર્માનુષ્ઠાન કરવું જોઈએ.
આવશ્યક છ પ્રકારના - ૧. સામાયિક, ૨. ચઉવીસત્યો (લોગસ્સ), ૩. વંદણક (સુગુરુવાંદણાં), ૪. પડિક્કમણું (વંદિતુ), ૫. કાઉસ્સગ્ન અને ૬. પચ્ચખાણ (આહારપાણી અંગેનો યથોચિત ત્યાગ).
કોઈપણ પ્રતિક્રમણની ક્રિયા કરતાં પહેલા શ્રાવકે “સામાયિક અવશ્ય કરવું પડે છે. ત્યારપછી જ તેને પ્રતિક્રમણની આરાધના કરવાની હોય છે, તેથી ગૃહસ્થના સામાયિકનો વિધિ કહે છે.
જો સાધુ-સાધ્વીજી મહારાજની હાજરી હોય તો, આ સામાયિક તેમની પાસેના સ્થાપનાચાર્ય સમક્ષ કરવાનું હોય છે, પણ સાધુ-સાધ્વીનો યોગ ન હોય તો ઊંચા બાજોઠ ઉપર કે કોઈ ઉચ્ચાસન ઉપર પુસ્તકાદિ મૂકીને અથવા સાપડા ઉપર પુસ્તક મૂકીને એક હાથની સ્થાપન મુદ્રાથી એટલે જમણો હાથ ઉધો રાખીને ડાબો હાથ મુહપત્તી સહિત મુખ આડો રાખીને એક નવકાર, પંચિંદિય ગણીને પ્રસ્તુત ચીજની સ્થાપના કરી લેવાની હોય છે, અને તે સ્થાપના સમક્ષ તમામ આવશ્યકો કે પ્રતિક્રમણની ક્રિયા કરવાની હોય છે.
ઉપર જણાવ્યું તે પ્રમાણે પુસ્તકની સ્થાપના કરીને જમણો હાથ સ્થાપનાની સામે ઊંધો રાખી ડાબા હાથમાં મુહપત્તી મુખ પાસે રાખી, નીચે મુજબ નવકાર, પંચિંદિય સૂત્ર બોલવાં.