________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૧૩૧ ) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાર્યું, ‘તહત્તિ.” પછી જમણો હાથ ઉંધો ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને
નવકાર સૂત્ર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો વિક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવપાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ.
સામાઈય વયજુત્તો સૂત્ર સામાઈય-વય જુત્તો, જાવ મણે હોઈ નિયમ સંજુરો; છિન્નઈ અસુહ કમ્મ, સામાઈઅ જત્તિઓ વારા. સામાઇઅંમિ ઉકએ, સમણો ઇવ સાવઓ હવઈ જમ્યા; એએણ કારણેણં, બહુ સો સામાઇએ કુજા.
સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
દશ મનના, દશ વચનના, બાર કાયાના એવં બત્રીશ દોષમાંહે જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ.
ત્યારબાદ પુસ્તકની સ્થાપના સામે ઉત્થાન મુદ્રા એટલે કે સવળો હાથ રાખી એક નવકાર બોલવો.
૩૫. બીજીવાર પારવાની રજા માગી ત્યારે ગુરુદેવને નક્કી લાગ્યું કે ફરી સામાયિક કરવાની અનુકૂળતા નથી, ઘરે જ જવા ઇચ્છે છે, એટલે પછી ગુરુદેવ “આયારો ન મોત્તવો” બોલે, અર્થાતું આ સામાયિકના આચારને તું છોડતો નહીં એમ જણાવે, ત્યારે શ્રાવક “તહત્તિ” બોલે અર્થાતુ આપના આદેશને માન આપીશ, અર્થાત્ ફરી પાછું કરીશ એમ જણાવે. .