________________
( સંવછરી પ્રતિક્રમણ વિધિ ૪ ૩૭) :)
અઢાર પાપસ્થાનક સૂત્ર પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છ ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દસમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ-અરતિ, સોળમે પરંપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોડ્યું હોય તે સવિહુ મન, વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે પછી વડીલ નીચેનું સૂત્ર બોલે
સવ્વસ્ટવિ સૂત્ર (પ્રતિક્રમણ સ્થાપના) સવ્યસ્સવિ, દેવસિએ, દુચિતિ, દુર્ભાસિઅ, દુચ્ચિટ્રિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇચ્છે' તસ્સ મિચ્છા મિ દુક્કડં.
આટલું બોલી હવે પછી “વંદિતુ સૂત્ર બોલવાનું હોવાથી તેની સાથે સંબંધ ધરાવતી શાસ્ત્રમાં કહેલી શારીરિક મુદ્રાપૂર્વક બોલવાનું કે સાંભળવાનું છે, તેથી ફક્ત ચરવળાવાળાઓએ કટાસણા ઉપર ધનુર્ધારીની જેમ વીરાસને બેસવાનું છે. એ આવડતું ન હોય કે એ રીતે બેસવાનું મન ન હોય તો પછી જમણો ઢીંચણ ઊભો કરી ડાબો પગ ઊંધો વાળી તેને કૂલા (થાપા) નીચે રાખી મુહપરી બે હાથમાં મુખ આગળ રાખી ઉપયોગપૂર્વક શુદ્ધ ભાવથી “પડિક્કમણું નામના ચોથા આવશ્યકતા મધ્યબિંદુ સમું વંદિતુ સૂત્ર” બોલે. (જુઓ ચિત્ર નં. ૩૩-૩૪)
૧૯. જેમ ધનુર્ધારી ધનુષ્યદ્વારા શત્રુનો નાશ કરે છે તેમ આરાધક ક્રિયાકાર આ સૂત્રદ્વારા દોષ–પાપોરૂપી શત્રુઓનો ક્ષય કરે છે. આ હેતુ આ આસન કરવા પાછળ રહેલો છે. (જુઓ ચિત્ર નં. ૩૩) - - - - - - - - - - - - - - - - - - - - - -