________________
૯૦ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તે શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૧ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ;
સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ ૮૯ થી ૯૧-પાંચમી શંકા મોક્ષ છે. તેનું સમાધાન. શુભ-અશુભ ભાવમાં કર્તાપણું હોય પણ તેની નિવૃત્તિનો સંભવ છે. અનંત કાળ વીત્યા પછી પણ, સર્વ કર્મનો ક્ષય થઈ શકે છે. દેહથી આત્મા અસંગતા પ્રાપ્ત કરી શકે, એવો આત્મજ્ઞાનીનો અનુભવ છે. તેથી મોક્ષ પ્રાપ્તિ અને અવ્યાબાધ સુખનો અનુભવ સિદ્ધ દશામાં થાય છે.
૬) શંકા- શિષ્ય ઉવાચ ૯૨ હોય કદાપિ મોક્ષપદ, નહિ અવરોધ ઉપાય;
કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯૩ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક,
તેમા મત સાચો કયો, બને ન એક વિવેક. ૯૪ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ?
એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૫ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય;
જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૯૬ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવંગ;
સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય ૯૨ થી ૯૬-છઠ્ઠી શંકા મોક્ષનો ઉપાય છે. અનંત કાળનાં કર્મો કઈ રીતે ક્ષય થઈ શકે? એવી શિષ્ય શંકા કરે છે. શિષ્ય કહે છે કે મોક્ષ માટેના જુદા જુદા મત છે અને ક્યા ધર્મથી અને કયા વેષમાં મોક્ષ થાય એની પણ શંકા છે તો મોક્ષ એટલે સિદ્ધદશા હોય તો, તેને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવવાનો ઉપકાર કરો જેથી અમારા ભાગ્યનો ઉદય થાય.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ