________________
૮૩ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય;
એમ શુભાશુભ કર્મનું, ભોકતાપણું જણાય. ૮૪ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ;
કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વૈદ્ય. ૮૫ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર;
કર્મ સ્વભાવે પરિણામે, થાય ભોગથી દૂર. ૮૬ તે તો ભોગ્ય વિશેષના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ;
ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપ સાવ. ૮૨ થી ૮૬-ચોથી શંકા આત્મા ભોકતા છે તેનું સમાધાન-આત્માએ કરેલાં કર્મને આધારે, શુભ-અશુભ ભાવનો કર્તા બને છે, જેમ અમૃત અથવા ઝેરની અસર જાણતા-અજાણતા થાય છે તેમ કરેલાં કર્મને ભોગવવાં જ પડે છે, તેના દાખલા રૂપે એક રાજા અને એક ભિખારીનું ઉદાહરણ છે, તે પૂર્વ જન્મના કર્મનો જ ભોગવટો છે. તેથી સર્વોપરી વિતરાગી પરમાત્મા કર્તા કર્મ વ્યવસ્થાના સાક્ષી છે અને અજ્ઞાની આત્મા સર્વ કર્મને ભોગવી, મુક્તિને પામી શકે છે.
૫) શંકા-શિષ્ય ઉવાચ ૮૭ કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ;
વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ ૮૮ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય;
અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૭ થી ૮૮-પાંચમી શંકા મોક્ષ છે. શિષ્ય કહે છે કે કર્તા-ભોકતા પણ હોઈ શકે પણ એમાંથી મુક્તિ ન મળે. જીવ અનંતકાળથી શુભ ભાવમાં દેવલોક અને અશુભ ભાવમાં નરક ભોગવે છે તેથી મોક્ષની પ્રાપ્તિ ન થઈ શકે.
પ) સમાધાન - સદ્ગર ઉવાચ ૮૯ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ;
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ