SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમું વિ. શતક ઉત્તરાર્ધ. ૧૨૦. આ જ્ઞાનસાગરગણિને આચાર્યપદ અને ગચ્છનાયકપદ આજ વર્ષ એટલે સં. ૧૭૯૭ ના કાર્તક અને માગશર માસમાં સુરતમાંજ આપવામાં આવેલ હતાં તેનું વર્ણન ઉપર્યુક્ત નિત્યલાભે વિદ્યાસાગર (ખરી રીતે ઉદયસાગર સૂરિ)રાસ સં. ૧૭૬૮ માં રચીને તેમાં વિગતથી આપ્યું છે. (જુઓ ઐ. રાસસંગ્રહ ભાગ ૩ જે) તેને ટુંક સાર એ છે કે – ૧૨૧. વિદ્યાસાગર સુરિ એ અંચલ (વિધિ) પક્ષના ગચ્છનાયક, તેઓ જ્ઞાનસાગર આદિ મુનિ સહિત કચ્છથી વિહાર કરતા ઔરંગાબાદ આવ્યા ત્યારે સુરત સંઘની વિનતિ આવી, એટલે ત્યાંથી ક્રમે સુરત આવ્યા. ત્યાંના ખુશાલશાહે મોટી ધામધૂમથી પ્રવેશોત્સવ કર્યો. તેમણે ચકેશ્વરીનું આરાધન કરી પોતાના ઉત્તરાધિકારી તરીકે કોણ યોગ્ય છે તેને જવાબ માંગ્યો એટલે જ્ઞાનસાગર ગ્ય છે એ ઉત્તર મળ્યો. કાર્તિક સુદ ત્રીજ રવિવારનું મુહૂર્ત નક્કી કર્યું. ખુશાલશાહ, મંત્રી ગેડીદાશ અને જીવણદાસે અપૂર્વ મહોત્સવ આરંભ્યો. સર્વ સ્થળે મ ણ મોકલી સંઘને તેડાવ્યા. જુદા જુદા ગામેથી સવ સે સાધુઓ આવ્યા. જ્ઞાનસાગરને નિર્ણિત દિને આચાર્યપદવી આપી ઉયસાગરસૂરિ નામ આપ્યું. ઉકત ત્રણે શ્રાવક શ્રીમતિએ છૂટે હાથે ધન વાવર્યું. બધા ગ૭ને સાધુઓને અશન અને વસ્ત્રો વહોરાવ્યાં; યાચકોને દાન આપ્યાં ને સાધર્મિક વાત્સલ્ય કર્યું. એ પ્રમાણે વિવિપક્ષના ગપતિ ઉદયસાગરસૂરિ થયા. ૧૨૨. વિદ્યાસાગરસૂરિ પોતાનું આયુષ્ય પુરું થવા આવ્યું છે એમ જાણી સંઘ તેમજ પિતાના નવા પઘરને સારી શિખામણ આપી સ્વર્ગસ્થ થયાં. કા. શુ. ૫ મંગળ. તેમના શબને અશ્વિની
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy