________________
સુરતને જેન ઈતિહાસ
સ્ફટિક જેવા સ્વછ છે. એ નદી સમુદ્રને હમેશાં બે ત્રણ વખત ભેટે છે. (લે. ૮૭-૮) સુરતની જમીન ફલ પત્ર કુસુમવાળાં વૃક્ષો અને પુષ્કળ ધાન્યવાળી છે. ત્યાં ફલેના ભારથી નમેલી કેળો. શીતળ છાયાવાળી દ્રાક્ષની માંડવા, અને આસપાસ સુંદર વન છે. નગરને ફરતાં ફળફૂલ લતાવાળાં ઉઘાને છે, ત્યાં ભાત ભાતની વસ્તુઓથી ભરેલાં છવજાવાળાં ડોલતાં વહાણે સમુદ્રમાં તરે છે. ઉંચા મીનારાવાળો એક કિલે છે કે જેમાં યુદ્ધનાં શસ્ત્રો રાખેલાં છે. ગોપી નામનું સાગર જેવું તળાવ છે કે જેનું વર્ણન થાય તેમ નથી. અવર્ણનીય છે. શહેર કયારેક નાગર વેલનાં પાનથી લીલું, કયારેક વેચાતાં ફૂલેથી શુભ્ર અને કયારેક શેલડીઓથી પીળું દેખાય છે. સમુદ્રથી અસંખ્ય વસ્તુઓ વહાણમાં ઉતરે છે–સોનું માણેક રાતાં પરવાળાં આદિ. ટંકશાળમાં સોના રૂપાના સિક્કા ખૂબ પાડવામાં આવે છે (લેક ૮૭ થી ૯૮)-એ સર્વ સુરતની સમૃદ્ધિસૂચક છે. - ૫૮ સં. ૧૭૧૬ માં ઉક્ત વિનયવિજયજીએ ધર્મનાથ સ્તલઘુ ઉપમિતિ ભવપ્રપંચ સ્તવન, અને સં. ૧૭૨૨ માં પ્રદ્ધિ ન્યાયાચાર્ય શ્રી યશોવિજ્યજીએ પ્રતિક્રમણ હેતુ સ્વાધ્યાય તથા ૧૧ અંગની સ્વાધ્યાય મંગલભાઈ તથા બાઈ અગેઈના પુત્ર રૂ.ચંદભાઈ તથા માણેકશાના માટે ગુજરાતી ભાષામાં રચેલ છે.
૫૯ સં. ૧૭૧૯ માં ખ૦ જિનભદ્રસૂરિ પરંપરાના જિનચંદ્રસૂરિએ સુરતમાં ચોમાસું કર્યું હતું. જુઓ ધર્મવર્ધન અપર નામ ધર્મસિહે સં. ૧૭૧૯ માં રચેલ શ્રેણિક ચોપાઈની પ્રશસ્તિ (જીઓ કાવ્ય સંગ્રહ નં. ૫૪ પ્રઆગમાદય સમિતિની પ્રસ્તાવના.)