________________
૧૪૩
દેવાલમાં અંબા બહુચરા માતાજીનાં સ્થાને. કે જેને લોક સન્માનતા, વિષ્ણુ ને શિવના પ્રાસાદ કે જ્યાં ઘેરા નાદો થતા જેનેનાં દહેરામાં સુરતમંડન પાર્શ્વનાથનું ખાસ ડેવલ, શંખેશ્વર (પાશ્વ) નું ઊબવાડીમાં, ગોડ પાન, શાંતિનાથ, આદિનાથનું, મહાવીરનું, ચિંતામણિ પાર્શ્વનાથ એમ ૭ર દેવલ હતાં. વિજયદેવ (સૂરિ)નું આલય (ઉપાશ્રય) ઉચ ગોખને માળવાળું હતું. વિજયાનંદ (સૂરિ)નું આલય ઉપરાંત સાગર ગચછને, ખરતર ગચ્છને, અંચલ અને, પામચંદ, કમલ શાખા, કલશ શાખા, કત (પુરા) શાખા, આગમગ૭, પૂનમી આગ, લંકાગછ એમ સહુ સહુ ગ૭નાં સ્થાન હતા. ચોરાસીગચ્છના પોતપોતાના ગરૂછવાની હતા. સંવેગી સાધુઓ નિરૂપાધિક પણે આગમ વાંચતા, ને તાત્વિક ગ્રંશે પઢતા. દિગંબરોનાં સાત દેવલ હતાં. આમ જૈન ધર્મ) વિખ્યાત હતે.
હવે પુરાઓ વર્ણવે છે. ગોપીપુરા, સાહપુરા, હરિપુરા, રૂઘનાથપુરા, મહિધરપુરા, મહેઝર (1) પુરા, રામપુરા, મછરપુરા, બેગમપુરા, સલાતપુરા, સગરામપુરા, રૂસ્તમપુરા સુલતાનપુરા, રૂદરપુરા, નાનપુર, નવાપુરા, સઈયદપુરા, એમ અઢાર પુશ છે. - બાગ વન આરામમાં માજી વિશ્રામ લેતા. કૂલથી મહમહતા. હરીયાલી ભૂમિ હતી. બાગમાં ફરતા કારંજ (f).