________________
પ્રકરણ ૧૨ મું સુરતને વર્તમાન ઇતિહાસ.
સુરત શહેરમાં જેનેની વસ્તી લગભગ ૩૦૦૦ થી ૪૦૦૦ માણસોની હશે. સુરતના જેમાં મુખ્યત્વે નવા
જાતે હોવાનું કહેવામાં આવે છે. (૧) વિશા ઓસવાળ - (૨) દશા ઓશવાળ (૩) વીશા શ્રીમાળી (૪) ત્રણ તડ (૫) દશા શ્રીમાળી (૬) પિરવાડ (૭) વેરા (હાર-એરા) સાધુ. (૮) મારવાડી (૯) કાઠીયાવાડી તેમાં વિશા ઓશવાલ કેમની વસ્તી ઘણે ભાગે ગોપીપુરાના લત્તામાં છે. તેઓને મુખ્ય ધંધો ઝવેરાતને છે. તેમાંના ઘણા ખરાં પિસે ટકે સુખી છે. અને તેમની વસ્તી લગભગ ૧૦૦૦ માણસની છે. અને તેમના પ્રમાણમાં એ લત્તામાં જૈન દેરાસરોની સંખ્યા પણ વિશેષ છે દશા ઓશવાળ કોમની વસ્તી વડા ચોટા અને નાણાવટમાં આવેલી છે. તેમની વસ્તી લગભગ ૫૦૦ માણસેની છે. તેમને ધધે પણ મુખ્યત્વે ઝવેરાતને છે. અને રૂ કપાસની દલાલી તથા તલાટીને છે. વિશા શ્રીમાળી કેમ પણ એજ લત્તામાં રહે છે. વસ્તી લગભગ ૪૦૦ માણસની છે. આ કોમ પહેલાં ઘણી માતબર સ્થિતિમાં હતી. પરંતુ અત્યારે તે કેમની સ્થિતિ ઘણીજ મધ્યમ છે. આ કામના માણસો સુતરાઉ તથા રેશમી કાપડ ઝવેરાત– . વ્યાજુ વિ. ના ધંધાઓ કરે છે. તથા કેટલાક પરચુરણ નેકરીઓ તથા ફેરીયાને બંધ કરે છે. ત્રણ તડવાળી કેમ.