________________
નવરંગ જેને પાટે બેઠે તખત, દલી પતિ કેરું મોટું વખત, સમશેર બલી કરે છે રાયુ મુકો જીજીએ વાધી છઈ લાજ ૩ શુભ નગરે પાતશાહ પરજ હે પાલિ વાંકા દુશમનનાં
માનજ ગાલિ, પાશાને પોતે દેશ ઘણેરા એથી એ વધે અધિકારે ૪ ગુજરાત દેશ માટે જાણુ, મેટા તે શહેર ચાર વખાણુ, અમદાવાદ, પાટણ, સુરત, ખંભાત, સુરત બંદર જગમાં
વિખ્યાત ૫ બંદર સુરતમાં સહુ કે સુખીયા કઈ જીવન લાભે હે દુઃખીયા, ન્યાય તણા તે કરે વ્યાપાર ધનવન લેક સુખી દાતાર ૬ મહાજન માંહિ વડા વ્યવહારી ધર્મવંતને દેવ પૂજાકારી, સમક્તવંત બારવ્રતધારી સીયલવંતી છે જ ઘર નારી. ૭ સીયલ સરીખીને રૂપે ઈદ્રાણી કુલ ખરે ગુખે બેલતવાણી, એહવી નારીના ભેગી ભરતાર અવસરયાચક જનના દાતાર. ૮ સંવત સત્તર શીજીરા હે વર્ષે, પારખ્ય પ્રેમજી મનમાંહિ હ. પુરવ પુન્ય એ રીધ્ય પામી કસી વાતની નહી છે ખામી, ૯ સ્વામિ વચ્છલ મોટા કીધા યાચકજનને દાનજ દીધા. ઠામઠામ વડી પોશાલ સનરાવે પડયાં ડલ્યાંને નવા કરાવે, ૧૦ ખરચ્યા ગરથને સાત ખેત્ર ઠામ, પારખ પ્રેમનું અવિચલનામ. પણ મન માહે એક છે રંગ શત્રુજ્ય કેરો ચલાવું સંઘ,૧૧ જે કઈ માહરી પેઠ પુરાવે ખરચુ ગરથ આગેવાન થાવે, રાજનગરના શ્રાવક બલીયા ઉમરાવ જાણે પાતશાશુગલિયા. ૧૨