________________
ઓગણીસમું વિ. શતક.
૧૧૯
૨૦૪ સં. ૧૮૮૯ માં સૂત સંઘે નંદીશ્વર મહોત્સવ કર્યો તે વખતે ત્યાં વસતા મૂળ ખંભાતના વતની રૂપચંદ જેઠાના પુત્ર ગુલાબચંદે પૂજા ભણવી ને ઉપર્યુક્ત કવિ દીપવિજયે “નંદીસર મહોત્સવ પૂજા’ મુનિ ભક્તિસાગરના કહેવાથી રચી (જેન ગૂર્જર કવિઓ ભા. ૩ પૃ. ૨૦૬)
૨૦૫. સં. ૧૮૯૨ માં ધનતેરસે તપાગચ્છના દીપવિજય મુનિ (ઉપર્યુક્ત દીપવિજય કવિથી ભિન્ન) ના શિષ્ય ક્ષેમવિજયે પ્રતિમા પૂજા વિચાર રાસ (કુમતિ ૫૮ પ્રશ્નોત્તર રાસ) રચી ધનતેરસને દિને પૂર્ણ કર્યો. તે રાસની રચના સુરતના પ્રસિદ્ધ શ્રી કલા શ્રીપતના પુત્ર વધુ આના પુત્ર વ્રજલાલ ચુત અનેપચંદ (કે જેના આગ્રહથી સં. ૧૮૭૭ માં સેહમકુલ પટ્ટાવેલી રાસ ઉક્ત દીપવિજયે રો હતો એમ અગાઉ કહેવાઈ ગયું છે તેના તથા શા નથુચંદ હરખચંદ અને જયચંદ પાનાના આગ્રહથી કરી એમ તે જણાવે છે. ( જુઓ જૈન ગૂર્જર કવિઓ ભા. ૩ પૃ ૩૧૦-૩૧૧ )
૨૦૬ સં. ૧૮૯૪ માં વિનયવિજય ઉપાધ્યાય કૃત લેકપ્રકાશ ની પ્રત મુનિ જાણુવિજયે સુરતમાં લખી. (જેનાનંદ પુસ્તકાલય, સુરત નં. ૪૦૨ )
વીસમું શતક. ૨૦૭. સં. ૧૯૧૨ માઘ વદિ એકમે સુરતવાલા શ્રાવિકા ધનકુંવરે વિજયલક્ષ્મીસુરિ કૃત પાંચજ્ઞાનનાં દેવવંદન-જ્ઞાનપંચમી કિન દેવવંદન વિધિની ૧૧ પત્રની પ્રત શ્રાવક જીવરાજ પાસે પાલીતાણા શ્રી શેત્રુંજય તીર્થ ઉપર કુંતાસર મધ્યે લખાવી (મુનિ સુખસાગર પાસે)
૨૦૮. સં. ૧૯૧૯ માં (શ્રી સત્યવિજય ગણિ સંતાનીય રૂપવિજય શિષ્ય કીર્તિવિજય શિ. તપવિજય શિ મણીવિજય શિ.