________________
ઓગણીસમું વિ. શતક.
ટ
પત્ની બાઈ રત્નબાઈએ સમુદાયે ઉજમણું કર્યું હતું ત્યારે સંવત ૧૮૭૪ ના કાર્તિક શુદિ પ-જ્ઞાનપંચમીને બુધે દિને ૪૫ આગમની સ્તવના રૂપે પૂજ રચી પૂર્ણ કરી. (જુઓ જૈન ગૂર્જર કવિઓ ભા. ૩ પૃ. ૧૫૦–૧. ).
આ વર્ષના વૈશાખ વદિ ૧૧ દિને “ શ્રી સૂરતિ બિંદરે ” વાચનાચાર્ય મુનિરંગ ગણિના શિષ્ય વાચક ક્ષમાનંદન ગણિ પં. ચંદ્રભાણે ઉત્તમચંદ, વિજયચંદ, સરૂપચંદ જગરૂપ સહિત જ્ઞાનવિમલસુવિકૃત અશચંદ્ર રોહિણી રાસ (કે જેનો ઉલ્લેખ ઉપર થઈ ગયે છે) ની પ્રત ૩૫ પત્રમાં “શ્રી અજીતનાથજી પ્રસાદાત ” લખી (દા. ૧૭ વીરવિજય ઉપાશ્રય ભં. ભડીની પોળ, અમદાવાદ)
૧૬૫. સુરતમાં વિજયઉદયસૂરિ (વિજાણંદસૂરિની પરંપરામાં વિજયઋદ્ધિ સૂરિના વિજયપ્રતાપસૂરી અને તેના પધર) સં. ૧૮૩૭ પિષ શુદિ ૧૦ દિને સ્વર્ગસ્થ થયા.
૧૬૬. હવે આપણે મેંદી લવજી સુત પ્રેમચંદે સુરતથી બે સંઘો કાઢેલ તે પૈકી છેલ્લા સંઘનું વિસ્તૃત વર્ણન તપગચ૭ના મુનિ જશવંતસાગર શિષ્ય જેનેંદ્રસાગર શિષ્ય આગમસાગર અને વિનોદસાગરના શિષ્ય ઋષભસાગરે સં. ૧૮૪૩ ના જેઠ વદ ૩ સામે સુરતમાં રચી પૂર્ણ કરેલા પ્રેમચંદ-સંધ-વર્ણન નામના રાસમાં આપેલ છે (પૃ. ૧૯૮ થી ૨૧ર-જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩ પૃ. ૧૬૮ થી ૭૨) તેને સાર અત્રે દાખવીએઃ