SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમું વિ. શતક. ગેત્રીય શાહને મિદાસના પુત્ર ભ ઈદાસે કરાવેલ ત્રણ ભૂમિના પ્રાસાદમાં શીતલનાથ, સહસ્ત્રફણા પાર્શ્વ, અને ગાડી પાર્શ્વ આદિ ૧૮૧ બિબની પ્રતિષ્ઠા જિનલાભ સૂરિએ કરી તથા સં. ૧૮૨૮ વૈશાખ શુદિ ૧૨ ને દિને ત્યાંજ દેવગૃહમાં શ્રી મહાવીર આદિ ૮૨ બિબોની પ્રતિષ્ઠા કરી (ક્ષમા કલ્યાણ કૃત ખરતર ગ૭ પટ્ટાવલી). આ સંબંધમાં ઉક્ત સૂરિએ રચેલાં વિવિધ સ્તવને (પૃ. ૧૫૮થી ૧૭૧ ) માંથી કેટલીક હકીકત મળી આવે છે. સુરત (શીતલાદિ) પ્રતિષ્ઠા સ્તવનમાં જણાવેલ છે કે ૧૮૨૭ વૈ. શુ. ૧૨ ને દિને શીતલનાથની તે સૂરિએ પ્રતિષ્ઠા કરી, અને ૧૮૨૮ના વૈ. શુ. ૧૨ ગુરૂવારે ગાડી પાર્શ્વની, વીર બિંબની, જીવિત મૂર્તિ પદ્મનાભ (શ્રેણિકનો જીવ ભવિષ્યમાં થનાર તીર્થકર ) ની પણ તેમણે પ્રતિષ્ઠા કરી મૂલ નાયક વીર બિંબ અને અન્ય ૨૩ જિનનાં બિબ, અજિત જિન આદિ એક ચૈત્યમાં સ્થાપિત કર્યા અને તે સૂરિના ઉપદેશથી શ્રાવક ભાઈદાસે સર્વ કર્યું. ભૂમિગૃહમાં સહસ્ત્રફણા પાર્શ્વની સ્થાપના કરી. અતીત જિનમાંથી કેવળજ્ઞાની પ્રથમ જિનના નૂતન બિબની, અનાગત જિનમાંથી પાનાભની જીવિત મૂર્તિની, વિહરમાન જિનમાંથી સીમંધર સ્વામીની મૂર્તિની સ્થાપના ભાઈદાસે કરી અને તેની પ્રતિષ્ઠા જિનલાભ સૂરિએ કરી–સં. ૧૮૨૮ વૈ. શુ. ૧૨ બહસ્પતિ વાર. ગોપીપુરામાં શીતલનાથ ચૈત્યમાં ખરતર ગ૭ના ગુલાલચંદ, મુલતાની મંછારામજી ભક્તિ કરે છે અને સંઘમાં સ્વશક્તિ અનુસાર ખર્ચ કરે છે. સંઘે વૈ. વ. ૫ ગુરૂએ જિનવરનું અષ્ટોત્તરી સ્નાત્ર કર્યું. ૧૬૧. ઉક્ત ભાઈદાસ નેમિદાસ તે સવાલ વંશના એટલે એસવાલ જ્ઞાતિના શ્રદ્ધાવાન શ્રીમંત શ્રાવક હતા.
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy