________________
૫૮
સમ્રાટું સંપ્રતિ હતા, તે બ્રાહ્મણ પંડિતની જીવ અને અજીવના ભેદની શંકાનું દરેક રીતે નિવારણ કરી પ્રભુ મહાવીરે દીક્ષિત બનાવી તેમને પટ્ટશિષ્ય બનાવ્યા હતા. પ્રભુ મહાવીરના ૧૪,૦૦૦ સાધુઓમાં આ ૧૧ ગણધર પંડિતે ૪૪૦૦ શિષ્ય સાથે અગ્રસ્થાન શોભાવતા હતા. તેમના પ્રયાસના પરિણામે અને સત્ય પ્રતિબંધથી રાજા, મહારાજાઓએ જૈનધર્મ અંગીકાર કરી જૈનધર્મને જગતની ઊંચ કેટીએ ગજ હતું. આ સવે શિષ્યસમુદાયમાંથી ભાગ ચારિત્ર અંગીકાર કર્યો પૂર્વે પશુયજ્ઞના ક્રિયાકાન્ડને હિમાયતી અને વેદાન્તવાદી બ્રાહ્મણ પંડિતેને હતું કે જેઓ પાછળથી સત્ય જ્ઞાનના અવલંબનથી ચુસ્ત જેનધમી શ્રમણો બન્યા હતા. ત્યારબાદ આ મહાન વિદ્વાન વિભૂતિઓના પીઠબળે જેનધર્મે ભારતની ચારે દિશાએ એવી રીતે તે ગુંજારવ કર્યો કે ભારતના ખૂણે ખૂણામાં
જ્યાં જ્યાં આ મહાન વિભૂતિઓનાં પગલાં થયાં ત્યાં ત્યાં તેમની વાણના શ્રવણ તેમજ ઉપદેશથી ધર્મના ઓઠા નીચે અયોગ્ય રીતે થતો પશુયજ્ઞ અને હિંસા સદંતર બંધ થયાં. આ કાળે ભારત પરમ અહિંસાવાદી બન્યું, એટલું જ નહી પરંતુ ભારતમાં રાષ્ટ્રધર્મ તરીકે જૈનધર્મે પ્રાધાન્ય સ્થાન લીધું. આ સર્વેમાં પૂર્વાવસ્થાના સનાતનધર્મના મહાન્ પંડિતને સંપૂર્ણ સાથે હતો એમ કહીએ તે ખોટું નથી.
આજે પણ દેવી-દેવતાઓના નામ ઉપર તેમને પ્રસન્ન કરવા નિમિત્તે મહેસુર અને મહારાષ્ટ્ર આદિ પ્રદેશમાં જે પશુ, પક્ષીબલિ દેવાય છે તેને પણ સખ્તમાં સખ્ત રીતને વિરોધ સમર્થ સનાતની આચાર્યો કરી રહ્યા છે. એકંદરે કહેવાને ભાવાર્થ એ જ છે કે આ સમયમાં બુદ્ધિવાદી બ્રાહ્મણ સમાજ પણ પશુયજ્ઞનો વિરોધાત્મક બન્યો છે. પૂર્વકાળે ભારતના સોળે પ્રાન્તના પ્રતાપી મહારાજાઓએ પશુયજ્ઞ–પ્રતિબંધમાં સંપૂર્ણતાથી સાથ આપ્યો હતે. ક્ષત્રિય રાજ્યકુળોમાં પ્રભુ પાર્શ્વનાથ અને પ્રભુ મહાવીર ઉપરાંત પૂર્વે બાવીશ જૈન તીર્થકરેને જન્મ થયા હતા. તેવી જ રીતે તેમના શાસનમાં કેવળજ્ઞાની, શ્રુતજ્ઞાની અને પૂર્વધરજ્ઞાની તરીકે થયેલ મહાન્ વિભૂતિઓને પણ જન્મ બહુધાએ રાજ્યકુળમાં જ થયેલ હતો. એટલે આ રીતે ભારતના મહાન સોળે પ્રાન્તના રાજવીઓને શારીરિક સંબંધ અરસપરસમાં કુટુંબીઓ તરીકે આ કાળે એવી રીતે સંકળાએલ હતો કે જેથી જૈનધર્મને તે મહાન રાખ્યુંનું કુદરતી રીતે પીઠબળ મળ્યું હતું ને રાજ્યકુટુંબે પણ જેનધર્મ પાળતા થયાં હતાં. અહિંસાની ઉદ્દઘાષણાથી તેઓની ગેરવતા વધી, એટલું જ નહીં પણ તેમના કરેલા ઉચ્ચ કોટીના સંસ્કારી ઐતિહાસિક કાર્યોની જગતે કિંમત આંકી.