________________
સમ્રાટું સંપ્રતિ અલગ અલગ રાણીઓથી મહારાજા પ્રસેનજીતને, જે સમયની આપણે આ ઘટના લખીએ છીએ તે સમયે, લગભગ નવાણું પુત્રની પ્રાપ્તિ થઈ ચૂકી હતી.
પલ્લી પતિએ શરમને ત્યાગ કરી પોતાની પુત્રીનું માથું કરનાર મહારાજાશ્રીને ખુલ્લા શબ્દમાં જણાવ્યું કે–“હે રાજન ! જેનાં પાપને પૂરેપૂરે ઉદય થયો હોય તેના જ નસીબમાં પૂર્વભવના પાપોદયે રાજાની રાણીનું પદ પ્રાપ્ત થાય છે. જેને કારાગૃહના ઉપરી હાય, અથવા તે પશુઓને હણનાર કસાઈ હોય એવાઓ પોતાના જીવનમાં પોતાની સમજ શક્તિ પ્રમાણે પુણ્ય કરે છે તે મરીને રાજરાણું થાય છે, માટે મહારાજશ્રી ! આપે મારી પુત્રી તિલકાની માગણીની હઠ મૂકી દેવી. તેણીને એક ગૃહસ્થની પત્ની થવામાં જેટલું સુખ મળશે તેટલું સુખ તમારા વૈભવશાલી રાજ્યમહેલમાં નહીં મળે, બલકે સુવર્ણ પિંજરે પુરાયેલ મેના જેવી તેની સ્થિતિ થશે. આના સંબંધમાં પૂર્વે થયેલ મહર્ષિએ એ પણ કહ્યું છે કે –
प्राणीः स्वेच्छाच्छिदः, क्रुशः कारागारनियोगिनः ।
मृत्वा सत्पात्रदानेन, जायन्ते नृपयोषितः ॥ પલ્લી પતિનો આ જવાબ સાંભળી મહારાજા નિરાશ થયા હતા. તે સમયે દૂરથી પિતાના સૈન્યને પિતાની શેધમાં આવતું જોઈ મહારાજાશ્રીએ તે વાત પણ પડતી મૂકી દીધી અને વિશેષ મોડું થયેલ હોવાથી મહારાજાશ્રી ગિરિવા તરફ પ્રયાણ કરી ગયા.