________________
મગધ સામ્રાજ્ય: શિશુનાગ વગ
૩૯
(૧) શિશુનાગ, ( ૨ ) કાકવણુ, (૩) ક્ષેમવધ ન, (૪) ક્ષેમજીત, ( ૫ ) પ્રસેનજીત.
આ પૈકી પાંચમા મહારાજા પ્રસેનજીતે લગભગ ૪૫ વર્ષ સુધી રાજ્યગાદી ભેાગવી હતી એમ માલૂમ પડે છે. ખાદ મહારાજા બિંબિસાર ઊર્ફે શ્રેણિક રાજકુમારને મગધની રાજ્યગાદી મળી તે સમયે શ્રેણિક કુમારની લગભગ વીસ વર્ષની ભરયુવાન વય હતી.
આ શ્રેણિક કુમાર મહારાજા પ્રસનેછતના સેા રાજકુમારામાંથી પાટવી કુંવર હતા. તેની રાજ્યગાદીની પ્રાપ્તિમાં તેમની ઓરમાન માતા અને ભાઇએ તરફથી અનેક જાતના રાજ્યપ્રપંચા રચાયા હતા. આ પ્રપંચાના કારણભૂત એક એવી ઘટના બની હતી કે જે જોતાં પ્રાચીન ભારતના ઇતિહાસમાં ભીષ્મપિતામહુને ભીષ્મપ્રતિજ્ઞાના કારણભૂત જેવી રીતે માછીમારની કન્યા સત્યવતી બની હતી તેવી જ રીતે અહિં મહારાજા શ્રેણિકને રાજ્યગાદીને બદલે એક ભિજ્ઞકન્યાના કારણે દેશવટો લેવા પડ્યા હતા, જેના ઇતિહાસ મહત્ત્વતાભર્યો તેમજ નાંધપાત્ર હોવાથી નીચે રજૂ કરવાની તક લઈએ છીએ. મહારાજા એક ભીલ કન્યા પર માહિત થાય છે—
એકદા વૃદ્ધાવસ્થાને કિનારે આવેલા મહારાજા પ્રસેનજીત શિકાર અર્થે જંગલેામાં ગયા હતા. ત્યાં સાથીઓથી જુદા પડતાં સંધ્યાકાળ થઈ જવાથી શિકારમુગ્ધ થયેલ રાજવીને એક પક્ષીપતિ ભિલ્લુના ઘરને આશ્રય લેવા પડ્યો, જેના કુટુંબમાં તિલકા નામે એક રૂપવતી કન્યા હતી. પિતા તથા પુત્રીએ આંગણે પધારેલ પૃથ્વીપતિનુ સુંદર સ્વાગત કરી કંદમૂળ વિગેરે જે કઇંક અલ્પાહાર સામગ્રી હતી તેનાથી મહારાજાને સતાખ્યા.
જે સમયે મહારાજાશ્રીને યુવાન ભિલ્રપુત્રી જમણુંને રસથાળ પીરસી રહી હતી તે સમયે મહારાજાશ્રીનું ધ્યાન રસાઇની મીઠાશ તરફ્ ન રહેતાં ભિજ્ઞકન્યા તરફ ચાંટી રહ્યું હતું: “ અહા! શુ સાંદર્ય ? આવું સાંદર્ય મારા અંત:પુરની એકે રાણીમાં દેખાતુ નથી. શું આ અમૃતમય સરોવરના કમળરૂપ ખીલેલા સૂર્ય અને ચંદ્ર જેવા એ ઘાટીલાં સ્તનાની શાલા દેખાય છે !” મહામુનિએ પણુ કામદેવને “ નવ ગજના નમસ્કાર કરે છે ત્યારે આ વિલાસી રાજવીની તે શી ગુજાશ ? આ વયેવૃદ્ધ રાજવી પાતાની વૃદ્ધાવસ્થાને ભૂલી ગયા, એટલું જ નહીં પણ તે પેાતાનું પ્રજાપાલક તરીકેનું બિરુદ પણ વિસરી ગયા. તેણે તુરત જ પશ્ચિપતી પાસે તેની કન્યાના હાથની માગણી કરી.
,,
સુજ્ઞ વાચક, મહારાજા પ્રસેનજીતના અંત:પુરની રચનાનું અને તેમાં રહેલ દેશદેશની અનેક સુંદર યાવનાઓનું જો વર્ણ ન કરવા બેસીએ તેા પાનાનાં પાનાં ભરાય તેમ છે, છતાં અનેક જાતની ઘટનાઓને બાજુએ મૂકી અમે એટલું જણાવીએ છીએ કે અંત:પુરની અનેક રાણીઓને ભાગ્યે જ મહારાજા પ્રસેનજીતની મુલાકાતના લાભ મળતા.