________________
આગમ રહસ્ય “વર નિર્વાણ ર૯૧ મા વર્ષે જેનપ્રતિમાને આરાધક શ્રી સંપ્રતિ નામને રાજા થશે. તેવી જ રીતે શ્રતનિંદા અને ઉદય પણ થવાના છે.”
X
મહારાજા સંપ્રતિ થવાના છે એવું ભવિષ્ય દપૂર્વધર શ્રી યશોભદ્રસૂરીશ્વરજીએ મહારાજા સંપ્રતિના અસ્તિત્વ માટે ભાખ્યું હતું. આ જ્ઞાની પૂર્વધરની સત્ય વાણી ફળી અને વીર નિર્વાણ ૨૯૧ માં મગધ સામ્રાજ્યની ગાદી ઉપર મહારાજા સંપ્રતિને રાજ્યાભિષેક થશે અને તેમણે સમસ્ત ભારતને જૈનમંદિરમય બનાવ્યું.
સમ્રાટ સંપ્રતિના ઈતિહાસને તેમ જ તેમની કૃતિઓને પ્રમાણભૂત બનાવવા અમોએ આ ગ્રંથની રચના કરી છે, જેમાં અમારે પ્રાચીન જૈનગ્રંથે સાથે ઐતિહાસિક પ્રમાણભૂત ગ્રંથને સમાવેશ સંકલિતપણે લઈ, ગ્રંથની રચના પ્રમાણભૂત બનાવવા પ્રયાસો આદરી, વીર નિર્વાણ ૨૯૧ માં મહારાજા સંપ્રતિને મગધની રાજ્યગાદી કઈ રીતે પ્રાપ્ત થઈ ? અને તેમણે કઈ રીતે સંસ્કારી આત્મા તરીકે ભારતને જૈનમંદિરમય બનાવ્યું અને જેનશાસનની ગેરવતા કઈ રીતે વધારી? તેને પ્રમાણભૂત ઇતિહાસ આ ગ્રંથમાં આલેખે છે. તેમાં કોઈક સ્થળે દરિદષથી ખામી જણાય તે તેને સુધારી વાંચવા (ને અમને જણાવવા) સુઝ મહાપુરુષોને અમારી નમ્રતાભરી અરજ છે.
*
YEAR -