SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ રહસ્ય = | [ ૩ ] દશ પયગ્રાસૂત્ર, ૧. ચઉસરણ પયને–અરિહંત, સિદ્ધ, સાધુ, કેવળીભાષિત ધર્મ એ ચાર શરણને અધિકાર આ ગ્રંથમાં ૬૩ ગાથામાં છે. ૨. આઊરપચ્ચકખાણ સૂત્ર–અંતસમયમાં અભિગ્રહ પચ્ચખાણ કરાવવાને અધિકાર આ ગ્રંથમાં છે, જેમાં ગાથા ૮૪ છે. ૩. ભક્તપરિજ્ઞા–આ સૂત્રમાં આહારપાણ ત્યાગ કરવા સંબંધી અભિગ્રહ વિધિ છે. જેમાં ગાથા ૧૭૨ (તાડપત્રીય સૂચિમાં ગાથા ૧૭૦) છે. ૪. સંથારગપયબ્રો–આ સૂત્રમાં અંતસમયે અનશન (સંથારા) સંબંધી અધિકાર છે. જેઓએ અનશન કરી આત્મકલ્યાણ સાધ્યું છે તેમનું વર્ણન છે. લેક ગાથા ૧૨૨ ( તાડપત્રીય સૂચિમાં ગાથા ૧૧૦ જણાવેલ) છે. ૫. તંદુવેયાલી પય –આ સૂત્રની ગાથા ૪૦૦. આ સૂત્રમાં ગર્ભમાં જીવની ઉત્પત્તિ કઈ રીતે થાય છે ઈત્યાદિ સૂક્ષમ રીતે વર્ણન કરેલું છે. ૬. ચંદાવીજગપય–ગાથા ૩૧૦. આ સૂત્રમાં ગુરુ શિષ્યનાં ગુણ, પ્રયત્ન વિગેરેનું વર્ણન છે. ૭. દેવિંદથઓ પઈન્નય–આ સૂત્રમાં સ્વર્ગનાં ઇદ્રની ગણત્રી છે. ગાથા ૨૦૦. ૮. ગણીવી જેની પઈન્નય–આ સૂત્રની ૧૦૦ ગાથામાં જ્યોતિષ સંબંધી ચર્ચા છે. ૯. મહાપશ્ચકખાણુસૂત્ર–આ સૂત્રમાં આરાધનાનો અધિકાર ૧૩૪ ગાથામાં છે. ૧૦. મરણસમાધિ સૂત્ર–અંત સમયમાં શાતિપૂર્વક મરણ થવું જોઈએ. તેનું વર્ણન ૭૨૦ ગાથામાં છે. આ ૧૦ પયન્નાની ગાથાઓ ૨૩૦૫ થાય છે. દરેકનું એક એક અધ્યયન જુદું જુદું છે. [ 8 ] છ છેદસૂત્ર આ સૂત્રે વાંચવાનો અધિકાર માત્ર સાધુઓ માટે જ નિણત થયેલ છે. છેદ એટલે દંડનીતિશાસ. જેવી રીતે રાજ્યવ્યવસ્થામાં કાયદાઓ ગ્રથિત થયા છે તે જ માફક સાધુઓનાં દોષ યા અપરાધ માટે દંડ-પ્રાયશ્ચિત્ત વિધાન આપવાવાળા આ છેદસૂત્રો છે. સાધુ સમાજની વ્યવસ્થા માટે ધર્મકાનને આ ગ્રંથમાં દર્શાવેલ છે. આ ગ્રંથ માફક વર્તવાથી ચતુર્વિધ સંસાધન યથાસ્થિત રીતે ચાલુ રહી શકે છે. ૧. નિશીથ–ઉદ્દેશક ૨૦, પ્રાચીન તાડપત્રીય સૂચિમાં ૮૧૫ મૂળ લેક છે. આ સૂત્રનું લઘુભાષ ૭૪૦૦ શ્લોકનું છે. ચૂર્ણ ૨૮૦૦૦ શ્લોકની અને મોટું ભાષ્ય ૧૨૦૦૦ લેકનું છે. કુલ કલેકસંખ્યા ૪૮૨૧૫ ની છે,
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy