SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ થાણુના ઐતિહાસિક મંદિરને સંક્ષિપ્ત પરિચય ૪૫૩ અહોનિશ નવપદજીનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરનાર શ્રીપાલ મહારાજને ગદ્વારા પ્રાપ્ત થયેલ “જલતરણીય ઔષધીના પ્રભાવે તેઓ મોટા મગરમચ્છની પીઠ ઉપર આરૂઢ થઈ જીવનનું રક્ષણ કરી શક્યા. બીજે જ દિવસે મગરમ છે કુદરતી સંજોગોમાં તેઓને શ્રી થાણા નગરની સમીપે સમુદ્રને કાંઠે લાવી મૂક્યા. સમય મધ્યાહને હતે. ઉનાળાના દિવસો હતા. આવા ગરમીના દિવસમાં સમુદ્રતરણના અતિ પરિશ્રમથી શ્રમિત થએલ શ્રીપાલકુમાર સમુદ્રની બહાર નીકળતાં જ કિનારા નજદિક આવેલ એક ચંપાવૃક્ષની છાયા તળે વિશ્રાંતિ લેવા માટે બેઠા, અને અતિશય થાકને લઈ તેમને તરત જ નિદ્રા આવી ગઈ. આ મહાપુરુષના પુણ્યપ્રભાવને અંગે ચંપા વૃક્ષની છાયાએ મુદ્દલ હલન-ચલન ન કરતાં સ્થિર રહી જ્યાં સુધી તેઓ નિદ્રાધીન રહ્યા ત્યાંસુધી છાયારૂપે આશ્રય આપે. થંડા પ્રહરે શ્રીપાલ મહારાજાની આંખ ઊઘડી જતાં તેઓની આશ્ચર્યતા વચ્ચે એક ઉત્તમ અશ્વ સહિત કેટલાક રાજસુભટને પિતાની નજદિકમાં ઊભેલા જોયા. આ માણસે મહારાજા વસુપાલના સુભટ હતા. તેઓએ શ્રીપાલ મહારાજને નમ્રતાથી જણાવ્યું કે : મહારાજ ! આ અશ્વરત્ન આપને માટે તૈયાર છે. અહીંના રાજાના હકમથી અમો રાજ્યાધિકારીઓ આપને અતિ માનભેર તેડવા આવ્યા છીએ, તે આપ અશ્વારૂઢ થઈ અમારી સાથે નગરમાં પધારે.” આ પ્રમાણેના સુભટોના આમંત્રણને માન્ય રાખી શ્રીપાલ મહારાજે અશ્વારૂઢ થઈ સુભટો સહિત નગર તરફ પ્રયાણ કર્યું. રાજદૂતે જલદી જઈ નગરનરેશ વસુપાલને બનેલી ઘટનાના સમાચાર આપ્યા, જેના આધારે અતિ ઉત્સાહ અને ઠાઠમાઠથી આ રાજવીએ પુણ્યાત્મા કુમારને મહોત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું અને તે જ દિવસે શુભ મુહૂર્તે પોતાની મદનમંજરી નામની રાજકન્યા પરણાવી ને દરબારમાં સ્થગીધરની પદવીએ શ્રીપાલકુમારને સ્થાપિત કર્યા. સુજ્ઞ વાચક, આ સ્થળે આ અપૂર્ણ વાંચનથી જરૂર પ્રશ્ન ઉત્પન્ન થશે કે આ વસુપાલ મહારાજાને શ્રીપાલકુમારના સમુદ્રકાંઠા પરના આગમનની કેવી રીતે ખબર પડી? આ શંકાના નિરસન માટે જણાવવાનું કે-મહારાજા વસુપાલની રાજકન્યા મદનમંજરી ઉમરલાયક થતાં તેણે નિમિત્તીઓને બોલાવી રાજકન્યાના લગ્નને લગતા પ્રશ્ન પૂછયો હતો. સદર પ્રશ્નને જવાબ આપતાં નિમિત્તશાસ્ત્રના જાણકાર પંડિતે જણાવ્યું કે “દિવસે મધ્યાહ્નસમય વ્યતીત થયા બાદ સમુદ્રકિનારે ચંપાવૃક્ષની નીચે તેની સ્થિર છાયામાં સૂતેલ ભાગ્યશાળી વ્યક્તિને માનભેર લાવીને તે જ દિવસે તેની સાથે ગરજ ઘડીયાના સમયે કુમારી મદનમંજરીનાં લગ્ન કરવાં, આ મહાપુરુષ અનેક માતંગને ધણી હશે. ” આ પ્રમાણેના નિમિત્તવેત્તાના
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy