________________
જૈનાચાર્યોની સુંદર સાહિત્યસેવા
૪૪૩
૩૯. નિર્ભય ભીમ વ્યાયેગ, ૪૦. રઘુવિલાસ નાટક, ૪૧. વિહારશતક, ૪૨. દ્રવ્યાલંકાર, ૪૩. રાઘવાક્યુદય મહાકાવ્ય, ૪૪ યાદવાક્યુદય મહાકાવ્ય, ૪૫. નવવિલાસ મહાકાવ્ય-આ સાતે ગ્રંથ શ્રી હેમચંદ્રસૂરિના પ્રખ્યાત શિષ્ય રામચંદ્રજીએ બનાવ્યા છે. આ ઉપરાંત તેમણે સે અલગ અલગ ગ્રંથ રચેલા છે જેથી કરીને તેમને “પ્રબંધશતક” નું બિરુદ મળ્યું હતું.
૪૯. કુમાર વિહાર પ્રશસ્તિ કાવ્યના કર્તા વર્ધમાનગણ હતા. ૪૭. મહાકલ્પ અને ૪૮. વાસુદેવ હિન્ડીના કર્તા સંઘદાસ ક્ષમાક્ષમણ હતા. ૪૯. ઉપમિતિભવપ્રપંચ કથાના કર્તા શ્રી સિદ્ધર્ષિ હતા.
૫૦. શ્રી રાષભદેવ અને શ્રી નેમિનાથ ચરિત્ર ઉપર દ્વિસંધાન કાવ્ય લખનાર હેમચંદ્રાચાર્ય હતા. તેમના અન્ય ગ્રંથો પણ અતિ પ્રસિદ્ધિને પામ્યા છે. જે પૈકી કેટલાક નીચે પ્રમાણે છે. (૧) અનેકાર્થ કેવું. (૨) અભિધાન ચિંતામણિ. (૩) કાવ્યાનુશાસન (૪) છંદેનુશાસન વૃત્તિ (૫) દેશીય નામમાળા. (૬) દ્વયાશ્રય કાવ્ય ટીકા સહિત. (૭) સટીક ધાતુપાઠ. (૮) સટીક ધાતુપારાયણ. (૯) ધાતુમાળા. (૧૦) નામમાલા શેષ. (૧૧) લિંગાનુશાસન. (૧૨) શબ્દાનુશાસન, ઈત્યાદિ ઈત્યાદિ. શ્રી હેમચંદ્રાચાર્યજીરચિત લેકેની સંખ્યા સાડાત્રણ કરોડ જેટલી સમજાય છે.
આ સંબંધમાં વિસ્તારથી જોવાની જિજ્ઞાસાવાળાએ શ્રી જેન વેતાંબર કેન્ફરંસ દ્વારા પ્રકાશિત “જૈન ગ્રંથાવલી ” જેવી.
6800 ૨૦૦૬
088
t
8૬૦૦