SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૨ જું. જૈનાચાર્યોની સુંદર સાહિત્યસેવા. પૂર્વ કાળે રચાએલ સાહિત્યના ગ્રંથને અંગે બહુધાએ એમ મનાય છે કે વૈદિક પંડિતોએ સાહિત્યસેવા બજાવવામાં સારામાં સારે ફાળો આપે છે. આ બીનામાં અમે એટલે ઉમેરે કરવા ઈચ્છીએ કે સમર્થ જૈનાચાર્યોએ પણ સાહિત્ય-સર્જનમાં એટલે બધે પરિશ્રમ ઉઠાવ્યા છે કે તેની બરાબરી કરવા ભાગ્યેજ કઈ હિંમત કરી શકે. જૈનાચાર્યોની સાહિત્ય-સેવાના અંગે વિસ્તૃત વિવેચન કરવા બેસીએ તે એક બીજે દળદાર ગ્રંથ તૈયાર થાય પણ સંક્ષિપ્ત નેધદ્વારા અમો એ પ્રતિભાવંત વિદ્વાનની કૃતિ અત્રે જણાવીએ છીએ. જેમ જેમ સંશોધન આગળ વધતું જાય છે તેમ તેમ ઈતર દર્શનીય પંડિતે પણ કબૂલ કરે છે કે જૈનધર્મના સાહિત્યને અલગ રાખવામાં આવે તે પછી સાહિત્યને નામે ગેરવ લેવા જેવું બહુ જ અહ૫ હે. કેટલીક કૃતિઓ નીચે મુજબ છે – ૧. વિ. સંવત્ ૧૨૭૮ માં થએલ “વાદસિંહ” બિરુદધારક વેતાંબરાચાર્ય શ્રીમદ અભયદેવસૂરિનું બનાવેલ “જય વિજય” મહાકાવ્ય એ અતિ અદ્દભુત અને સુંદરમાં સુંદર રસિક કાવ્ય છે. ૨. પવાનંદ મહાકાવ્ય, ૩. બાલ મહાભારત કાવ્ય, ૪. કવિશિક્ષાવૃત્તિ નામક ટીકા સહિત કાવ્ય, ૫. કલ્પલતા સાહિત્યશાસ્ત્ર, ૬. છન્દરચનાવલી, ૭. કલાકલાપ-આ છએ છે તેરમા સૈકામાં થએલ Aવેતાંબર જૈનાચાર્ય શ્રી અમરચંદ્રસૂરિના બનાવેલા છે. ૮. ધર્માસ્યુદય મહાકાવ્ય, અને ૯ આરંભસિદ્ધિ એવેતાંબર જૈનાચાર્ય શ્રી ઉદયપ્રસૂરિએ તેરમા સૈકામાં લખેલા છે. ૧૦. રઘુવંશ ટકા ગુણવિજયસૂરિએ વિ. સં. ૧૫૯૦ માં લખી છે.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy