________________
ખ્યાકરણ સાહિત્યમાં તેનોની ગૌરવતાભરી સેવા
૩. શ્રી ચંદ્રકેતી નામના સૂરિએ સારસ્વત વ્યાકરણ ઉપર ચંદ્રકેતી નામની ટીકા લખેલી છે.
૪. નંદવંશની શરૂઆતમાં “પાણિની એ વ્યાકરણ રચ્યું હતું, જેના ઉપર કાશીકા નામે જૈનાચાર્યે ટીકા લખેલી છે.
૫. કાતંત્ર નામના વ્યાકરણ ઉપર પ્રબોધસૂરિએ ટીકા લખેલી છે. ૬. શ્રી બુદ્ધિસાગર વ્યાકરણલેક ૮,૦૦૦ પ્રમાણના કર્તા શ્રીમદ્ બુદ્ધિસાગરજી જૈન હતા. ૭. શબ્દપ્રતિભેદ વ્યાકરણની રચના જ્ઞાનવિમળસૂરિએ કરી છે.
૮. શ્રી હેમચંદ્રાચાર્યની નામાવળીની ટીકા ઉપરથી દુર્ગમ પ્રબોધ નામના વ્યાકરણની રચના શ્રીમદ્ વલભસૂરિએ કરી છે.
૯. સિહસાવિત વ્યાકરણ દેવાનંદસૂરિનું બનાવેલું છે. ૧૦. શબ્દસિદ્ધિ વ્યાકરણ ધર્મઘોષસૂરિનું બનાવેલું છે. ૧૧. ભેજ વ્યાકરણ અચળગચ્છના એક આચાર્યે રચેલું છે.
દિગંબર વ્યાકરણશાસ્ત્રીઓએ રચેલાં વ્યાકરણની નોંધ–
૧. વ્યાકરણ કૌમુદી (વાસવસેન ગૃહસ્થાચાર્ય) ૨. પ્રક્રિયાબદ્ધ જેનેન્દ્ર વ્યાકરણ (વિજયપ્રભ યતિ) ૩. શાક્ટાચન ક્રિયા સંગ્રહ-ક ૬,૦૦૦ (અભયચંદ્રસૂરિ) ૪. કાતંત્રરૂપ માલાવૃત્તિ (સકલકીર્તિ અને બીજાઓ) ૫. ચિંતામણિ વ્યાકરણ ટિપ્પણ (સમતભદ્ર ભટ્ટાર્ક) ૬. જિને વ્યાકરણની શબ્દાર્ણવ ચંદ્રિકા (સોમદેવ) ૭. શબ્દમણિ નામ વ્યાકરણ (કેશવરાજ નામે ગૃહસ્થ) ૮. ચિંતામણિ વ્યાકરણ, લેક ૬,૦૦૦ (ચિંતામણિ કવિ) ૯. કોમાર વ્યાકરણ (ચૂડામણિ પંડિત) ૧૦. મંત્ર ભૂતામૃત વ્યાકરણ (ચૂડામણિ પંડિત) ૧૧. ત્રિવિક્રમનાની વ્યાકરણ વૃત્તિ, લેક ૩પ૦૦ (ત્રિવિકમદેવ કવિ)