________________
પરિશિષ્ટ ૧ લું.
વ્યાકરણ સાહિત્યમાં જૈનેની ગેરવતાભરી સેવા, જૈન સમાજે સાહિત્યના રક્ષણાથે વ્યાકરણશાસ્ત્રની એવી તે સુંદર સેવા બજાવી છે કે જેની નેંધ લેતાં અને હર્ષ થાય છે. જગતના વર્તમાન સાહિત્યકાર, વિજ્ઞાનશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને કાવ્યકારો આધુનિક સમયને જેનસમાજ માટે અદયને કાળ સમજાવે છે તેની સાથે અમે સહમત થઈ શકતા નથી. આવી જાતની તેઓની કલ્પના અધૂરા સંશોધનનું પરિણામ છે. જેનસાહિત્ય-સેવીઓએ કેવી અમૂલ્ય સેવા બજાવી છે તેને લગતું ટૂંક ખ્યાન પહેલા તથા બીજા પરિશિષ્ટોમાં દર્શાવવામાં આવ્યું છે.
જે કે સાહિત્યમય જગતની વીસમી સદીના પ્રમાણમાં જૈનસાહિત્યને પ્રચાર પણ જ અ૫ છે, છતાં જે કંઈ પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય ઉપલબ્ધ છે તેના આધાર જેસાહિત્યને પૂરતા પ્રમાણમાં પ્રચાર કરવામાં આવે તો જૈનસાહિત્ય કેટલું પ્રમાણભૂત, પ્રમાણિક, અતુલ અને આશ્ચર્યચકિત કરે તેવું છે તેનું વિશ્વને દિગદર્શન થઈ શકે. આ દિશામાં અમારા પ્રયાસો ચાલુ છે.
નીચેના વેતાંબર વ્યાકરણશાસ્ત્રીઓએ જગત સમક્ષ તેમની કૃતિઓ રજુ કરી જેને ઈતિહાસને અમર કરવા સાથે એ પણ દર્શાવ્યું છે કે જે જૈન સાહિત્યસેવીઓની આ કૃતિઓને સાહિત્ય વિભાગમાંથી અલગ કરવામાં આવે તે પાછળ નહીં જેવું જ સાહિત્ય બાકી રહેવા પામે છે. કૃતિ તથા કર્તાઓની સંક્ષિપ્ત યાદી નીચે મુજબ છે. તાંબરાચાર્યે રચેલાં વ્યાકરણની નેધ–
૧. જગપ્રસિદ્ધ શાકટયન વ્યાકરણના કર્તા શાકટાયન નિ હતા. ૨. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય એક પ્રખર વ્યાકરણી હતા.