________________
કાળગણનાની ભૂલનું નિરાકરણ
૪૨૧ ઈતિહાસને શંકાશીલ બનાવ્યું છે. આ ભૂલ આજકાલની બનેલી નથી પરંતુ ચદમી સદી પૂર્વે થએલ માલૂમ પડે છે.
માર્ય રાજકાળગણનાના ૧૬૦ વર્ષના બદલે ૧૦૮ વર્ષ ચિદમી સદી પર્યન્ત પ્રચલિત હતાં. આ અશુદ્ધ કાળગણનાનું સ્વરૂપ આચાર્યદેવ શ્રી મેરતુંગાચાયે ચાદમી સદીમાં ભૂલ તરીકે પકડી પાડયું. અને ત્યારબાદ રાજકાળગણનાના અંગે તેમણે
વિચાર ” નામનો ગ્રંથ રચે. આ ગ્રંથમાં તેઓએ રાજકાળગણનાનું શુદ્ધ સ્વરૂપ રજૂ કરતાં જણાવ્યું છે કે-નંદનાં ૧૫૦, માર્યોનાં ૧૬૦, અને પુષ્યમિત્રનાં ૩૫ વર્ષ નિશ્ચયાત્મક છે. તેઓશ્રીના જણાવ્યા પ્રમાણે આ ભૂલ લહિઆના હાથે સાતમી સદીથી ચાલુ થએલ છે.
મર્યવંશના ઇતિહાસના અંગે બાવન વર્ષની થએલ આ ભૂલની આખા ઈતિહાસ ઉપર કેવી રીતે અસર થઈ છે તે તપાસીએ.
પ્રભાવક ચરિત્ર ” અને ત્યારપૂર્વેના પ્રાચીન પ્રબંધોમાં લખ્યું છે કે ખપુટાચાર્ય જ્યારે ભરુચમાં વિચરતા હતા ત્યારે ત્યાં શ્રીકાલકાચાર્યના ભાણેજ બલમિત્રભાનુમિત્ર રાજ્ય કરતા હતા.
ભૂલભરેલ કાળગણના અનુસાર બલમિત્ર–ભાનુમિત્રને રાજ્યામલ વિરનિર્વાણ સંવત્ ૩૫૩ થી ૪૧૩ સુધી આવે છે, જ્યારે વાસ્તવિક રીતે ખપુટાચાર્યને સ્વર્ગવાસ વીરનિર્વાણ ૪૮૪ માં થયેલ છે. આ હકીકતને લગતી પ્રભાવક ચરિત્રની ૭૯ મી ગાથા નીચે મુજબ છે –
श्रीवीरमुक्तितः शतचतुष्टये चतुरशीतिसंयुक्ते ।
वर्षाणां समजायत, श्रीमानाचार्यखपटगुरुः ॥ ७९ ॥ -प्रभावक चरित्र સુજ્ઞ વાચક, ખ,ટાચાર્યને સ્વર્ગવાસ વીરનિર્વાણ ૪૮૪ માં થયે એમ પ્રભાવક ચરિત્રકાર જણાવે છે ત્યારે તેઓ બલમિત્રના રાજ્યામલ દરમિયાનમાં વિચરતા હતા એ વસ્તુ કઈ રીતે બંધબેસતી થઈ શકે? પટ્ટાવળીઓ અને પ્રબંધ દ્વારા સમજાય છે કે શ્રી કાલકાચાર્ય વીરનિર્વાણ ૪૫૩ માં વિદ્યમાન હતા. તેવી જ રીતે તેમના ભાણેજ બલમિત્રભાનુમિત્ર પણ ભરુચમાં રાજ્ય કરતા હતા, જેના અંગે પ્રભાવક ચરિત્રમાં જ નીચે પ્રમાણે ૯૪ મો લેક મળી આવે છે.
इतवास्ति पुरं लाटललाटतिलकप्रभम् ।
भृगुकच्छं नृपस्तत्र बलमित्रोऽभिधानतः ॥ ९४ ॥ બલમિત્રભાનુમિત્રનો રાજ્યામલ ભૂલભરેલી આંકની દષ્ટિએ વીરનિર્વાણ ૩૫૩ થી ૪૧૨ સુધીનું માનીએ તે પ્રભાવક ચરિત્રની ગાથાઓ પ્રમાણે શ્રી કાલકાચાર્ય અને