________________
મહામેઘવાહન કલિંગપતિ ખારવેલ
૩૯૫
શ્રી ગણેશગુફા
આ ગુફાનું કોતરકામ રાણીગુફાની માફક જ છે. આ ગુફા અંગે જીલ્લા ગેઝેટીયર અનુમાન દોરે છે કે આ દેખાવ મધ્યકાલીન કથા અનુસારે કલિંગના યવન નામના રાજા દ્વારા થતા પ્રભાવતીના હરણને બચાવ જેનેના ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ દ્વારા થયો હતો તે હકીક્તને અનુસરતો છે. આ હકીકતને શ્રીમદ હેમચંદ્રાચાર્ય પણ ટેકે આપે છે. તેઓ શ્રી કલિંગની ગુફાનું વર્ણન લખતાં લખે છે કે:-“ચવનો નામ સુતા ” Hemchandra Op. and Loc. cit. B. D. G. P. Op and Loc. cit." This scene frieze appears to be the early story of that developed in the upper storey in the Rani Gumpha"-Chakravarti (Mon Mohan ), op, cit; p. 16.
આ પ્રાંતના કિટ સિપાઈઓ આ કાળે પરદેશી તરીકે ઓળખાતા હતા કે જેઓ ઘણે ભાગે યવન જાતિના હતા. આ ઉપરથી પણ રાજકુંવરીની પ્રાચીન કથાને મળતી હકીકત ગુફાના કોતરકામ ઉપરથી દેખાઈ આવે છે. જય, વિજય, સ્વર્ગપુરી, વ્યાવ્ર અને સર્ષ ગુફાઓ
આ ગુફાઓમાં સ્વર્ગપુરીની ગુફા સિવાય કોઈ પણ ગુફા ઐતિહાસિક દ્રષ્ટિએ અગત્યતા ધરાવતી નથી. વ્યાધ્ર ઉપર એક બદ્ધ લેખ છે. વ્યાધ્ર અને સર્ષ ગુફાઓ આ ટેકરી ઉપરની જૂનામાં જૂની ગુફાઓ છે. સર્ષ ગુફા હાથી ગુફાની પશ્ચિમે છે. તેની પડસાળની કારણે સર્પના મસ્તકના ત્રણ ખણ જેવી દેખાય છે. આ ગુફામાં ત્રણ શિલાલેખ છે, જેમાં સમ્રા ખારવેલની પત્નીનો શિલાલેખ પહેલો છે. ઈતિહાસના ઊંડાણમાં ઊતરતાં સમજાય છે કે મહારાજા ખારવેલની ધર્મપત્ની જેનધર્મપાલક રાજા લાલાકની પુત્રી હતી કે જેણે પોતે ગુફા અને મંદિર બંધાવ્યાં હતાં. એને ઉલેખ આ શિલાલેખવાળી ગુફા સાથે જોડાએલ છે. કાળચક્રના ફેરા પ્રમાણે આ ગુફાના અનુક્રમે ત્રણ નામો પડયાં છે, જે નીચે પ્રમાણે છે –(૧) સ્વર્ગપુરી, (૨) વૈકુંઠ ગુફા અને (૩) વૈકુંઠપુરી. આ બે માળની ગુફા તથા બાજુની પાંખવાળી ગુફાને ઉપલો ભાગ સારી હાલતમાં છે, જેને લેકે ઉપરોક્ત અલગ અલગ નામથી ઓળખે છે.
આ ગુફાના શિલાલેખની એક લીટી સ્પષ્ટ દેખાય છે કે જે શિલાલેખ માત્ર ત્રણ જ લીટીને છે. “કલિંગના શ્રમ માટે એક ગુફા તથા અરિહંતનું એક મંદિર હસ્તિસાહસના પત્ર લાલાકની પુત્રી અને ખારવેલની પટરાણીએ બનાવ્યાં છે.”
બીજી બે ને આ ગુફાઓમાં દેખાય છે, જે પૈકી એક નેંધ કલિંગના નિયંતા રાજા કુડેશ્મીરી અને બીજી બેંધ યુવરાજ વડુખને લગતી છે. આ ત્રણે શિલાલેખોની લિપિ ખારવેલના હાથીગુફાના શિલાલેખ પછી થોડા વખતની છે.
આ બધીયે ગુફાઓના શિલાલેખનો સારાંશ જેને રાજ્યવંશની હસ્તીની સાબિતી છે.