________________
૩૭૯
મુનિહંત કલંકીસ્વરૂપ રાજા પુષ્યમિત્ર અથવા બૃહસ્પતિમિત્ર બાદ ચતુરંગી સેનાને સજજ કરી, બદ્ધશાસનને નાશ કરવા તે કુર્કટરામના બૌદ્ધમઠ તરફ ગયે, પણ બૌદ્ધના મહામઠના દ્વાર આગળ પહોંચતાં જ એક ભયંકર સિંહનાદ થયે, જેથી ભયભીત થઈ પાછે તે પાટલિપુત્ર ચાલ્યા ગયા. બીજી અને ત્રીજી વખત પણ આવી રીતે જ બન્યું
અંતમાં ભિક્ષુકસંઘના ખાસ પ્રતિનિધિ સાધુઓને તેણે પિતાની પાસે બોલાવી કહ્યું કે: હું બૌદ્ધશાસનને નાશ કરવા માગું છું, તો તમે શું ચાહો છે? સ્તૂપ યા સંઘારામ?” આ સાંભળી બદ્ધભિક્ષુકે ભયભીત થયા અને ભિક્ષુકસમુદાયને ઘણે મોટો ભાગ સ્તૂપોને લઈ મગધને ત્યાગ કરી પૂર્વ તરફ એટલે નેપાળના માર્ગે થઈ ચીન તરફ ચાલ્યા ગયે.
થોડા ઘણા બદ્ધભિક્ષુકો જેઓ હિંમતથી મઠોનું રક્ષણ કરી રહ્યા હતા તેઓને તથા મઠને પુષ્યમિત્ર નાશ કરે છેક પંજાબ, સીઆલકોટ સુધી જઈ પહોંચે. મૂર્તિએનું ખંડન અને શ્રમણને શિરચ્છેદ
પંજાબ, સીઆલકેટ સુધી પહોંચી ત્યાંના બૌદ્ધભિક્ષુકાના મોટા સમૂહનો નાશ કરી, તેણે ઉઘેષણ કરાવી કે “જે કે મને શ્રમણ(સાધુ)નું મસ્તક લાવી આપશે તેને હું એકસો સુવર્ણ મહાર આપીશ.”
અહીંથી તેણે અરિહંત જેનપ્રતિમાઓ ખંડન કરવાનું કાર્ય શરૂ કર્યું. રાજ્યઢંઢેરાને અંગે ભી-લાલચુ જન શ્રમણ કહેતાં જૈન સાધુઓ તેમજ બદ્ધ સાધુઓનાં મસ્તક કાપી કાપીને પુષ્યમિત્ર પાસે લાવવા લાગ્યા. ધર્મઝનૂનમાં પ્રેરાઈ માનવી કયાં સુધી પતિત થાય છે તેનું પુષ્યમિત્ર જવલંત દષ્ટાંત છે. આવા પ્રકારનાં તેના આચરણથી ચારે તરફ હાહાકાર મચી ગયો.
દિવ્યાવદાન' નામને પ્રમાણભૂત બદ્ધગ્રંથ રમા અવદાનમાં ઉપરની હકીક્તને પૃષ્ટિ આપે છે. પૃષ્ઠ ૪૩૦ થી ૪૩૪ સુધી હદયભેદક શબ્દોમાં જે નેંધ લેવાઈ છે તે નેધ અમે નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ:
"xxx पुष्यधर्मणः पुष्यमित्रः, सोऽमात्यानामंत्रयते का उपायः स्याद् यद् अस्माकं नाम चिरं तिष्ठते । तैरभिहितं देवस्य च वंशादशोको नाम्ना राजा बभूवेति, तेन चतुरशीतिधर्मराजिकासहस्रं प्रतिष्ठापितं यावद् भगवच्छासनं प्राप्यते तावदस्य यशः स्थास्यति, देवोऽपि चतुरशीतिधर्मराजिका सहस्रं प्रतिष्ठापयतु । राजाह । महेशाख्यो राजाऽशोको बभूव, अन्यः कश्चिदुपाय इति । तस्य ब्राह्मण पुरोहितः पृथग्ज
* આ કુર્કટરામને મહારાજા અશે કે એક કરોડ સુવર્ણ મહેરનું દાન આપ્યું હતું તે આપણે અગાઉના પ્રકરણમાં જઇ ગયા છીએ.