________________
૩૭૪
સમ્રાટ સંપ્રતિ. નામે એક નગર હતું. પતંજલિત “મહાભાષ્ય” અનુસાર વીર દેશમાં પણ દાતામિત્રી” નામે એક નગરનો ઉલ્લેખ મળે છે કે જે દાતામિત્રી ડેમેટ્રીયસના નામને અપાંશ શબ્દ છે. આ પતંજલિ મુનિ “શંગવંશીય પુષ્યમિત્ર” ના સમકાલીન હતા. આ પ્રમાણે ગ્રીકલેકાએ ભારતના પશ્ચિમોત્તર પ્રાંતે ઉપર પિતાનો અધિકાર સુદઢ રીતે સ્થાપ્યો.
તેવી જ રીતે વિદર્ભ દેશ પણ આ કાળે સ્વતંત્ર થયે. આ ઉપરાન્ત અનેક પ્રજાતંત્રી રાએ પણ પિતાની સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરી. ( આ પ્રમાણે મહારાજા શતધનુષ્યના અમલ દરમિયાન મગધ સામ્રાજ્યનું દિનપરદિન પતન થતું ગયું.
(૩) છેલ્લા સમ્રાટ મહારાજા બૃહદર્થ ( ઈ. સ. પૂર્વે ૧૩ થી ૧૫૦ વર્ષ)
મહારાજા બહદર્થ શતધનુષ્યના ભાઈ થતા હતા. તેઓ મર્યવંશના છેલા સમ્રાટું હતા. એમના કાળમાં મોર્ય સામ્રાજ્યનું પતન ચાલુ જ રહ્યું જેને તેઓ રોકી શક્યા નહિ. અંતમાં આ મહારાજાના સેનાધિપતિ પુષ્યમિત્રે મહારાજા બૃહદર્થનું ધર્મઝનૂન અને રાજ્યગાદીના લેભે ખૂન કર્યું અને પોતે રાજ્યારૂઢ થયા. મગધની શક્તિશાળી સેના ઉપર પુષ્યમિત્રનું સંપૂર્ણ આધિપત્ય હતું અને તેથી જ તે ફાળે.
આ રીતે મગધ સામ્રાજ્યનો ઈ. સ. પૂર્વે ૧૫૬ કહેતાં વીરનિર્વાણ ૩૭૦ માં, ૧૬ વર્ષના રાજ્યામલ બાદ અંત આવ્યો. આ પ્રમાણે પુષ્યમિત્ર રાજ્યારૂઢ થવાથી મૈર્યવંશની રાજ્યગાદી ઈંગવંશમાં ગઈ.
જગતના ઈતિહાસકારો શૃંગવંશના રાજા પુષ્યમિત્રનો ઈતિહાસ વિશાળ નથી એમ જણાવે છે, પરંતુ જૈનગ્રંથકારેએ આ પુષ્યમિત્ર રાજન મુનિહંત રાજા તરીકે ઈતિહાસ સવિસ્તરપણે આલેખેલો છે જે અમે હવે પછીના ખંડમાં રજૂ કરીએ છીએ,
જુઓ “પોલીટિકલ હીસ્ટ્રી એફ એન્સન્ટ ઇન્ડીયા ” કર્તા રાયચૌધરી, પૂ. ૨૫. .