________________
૩૪૮
સમ્રા સંપ્રતિ ખોદાવાય એ જ્ઞાનીઓને પાપક્રિયા સમજાતી હતી, એટલે એમના સમયના લેખે ઉપલબ્ધ થયા નથી પણ કાર્યો ઉપલબ્ધ થાય છે.
પૂર્વાચાર્યોની ઘટનાઓ જેટલા અંશે ઐતિહાસિક સિદ્ધ થતી નથી તેટલી જ ઘટનાઓ આપણી નજર સામે તરી આવે છે, અને એના પુસ્તકેમાં (ગ્રંથોમાં) સંગ્રહિત થએલી પણ મળી આવે છે.
આજકાલની પ્રવૃત્તિ તે ખાલી નામની જ દેખાય છે. આવી નામની કીર્તિથી આત્માઓના કાંઈ કલ્યાણ થઈ શકતાં નથી પણ સંસારની જ વૃદ્ધિ થાય છે, માટે આત્માથી થઈને નામની કીતિ પાછળના પ્રપંચનું નિરાકરણ કરી જેનધર્મની સેવાદ્વારા વૃદ્ધિ કરવી જોઈએ એ જ અક્ષયકતિ છે.”
શ્રીમદ્ આત્મારામજી ઊર્ફે વિજયાનંદસૂરીશ્વરજી સમ્રા સંપ્રતિના અંગે “જેન તસ્વાદશ, ઉત્તરાર્ધ, દ્વાદશ પરિચછેદ, પૃષ્ઠ ૫૭૫” ઉપર પોતાનો અભિપ્રાય ટાંકતાં નીચે પ્રમાણે જણાવે છે કે-“શ્રી સ્થૂલભદ્રજી મહારાજના સમયમાં નવ નંદોએ ૧૫૫ વર્ષ રાજ્ય કર્યું. બાદ તેને ઉછેદ કરી ચાણકયે ચંદ્રગુપ્ત રાજાને રાજ્યસિંહાસન પર બેસાડ્યો. જેનમતધારક ચંદ્રગુપ્ત રાજા શ્રાવક હતું, જેઓનું વૃત્તાંત “પરિશિષ્ટ પર્વ ” અને
ઉત્તરાધ્યયન વૃત્તિ” તથા “આવશ્યકવૃત્તિમાં મળી આવે છે. સંપ્રતિ રાજાનું રાજ્ય ભરતખંડ અને ગંગાની પેલી બાજુ સિંધુપારના અનેક દેશમાં હતું. સંપ્રતિ રાજાએ પિતાના નોકરને જૈન સાધુઓને વેશ પહેરાવી, પોતાના સેવક રાજાએ જેવા કે શક, યવન અને ફારસાદિદેશમાં તથા આંધ્ર, દ્રાવિડ અને મહારાષ્ટ્રમાં મોકલ્યા. તેઓએ તે દેશના રાજાઓને જેનસાધુઓના આહાર, વિહાર અને આચારાદિ સર્વે બતલાવ્યા અને સમજાવ્યા. ત્યારપછી સાધુઓને વિહાર તે દેશોમાં કરાવી ત્યાંની પ્રજાને જેનધમી બનાવી. સંપ્રતિ રાજાએ જેનમંદિરને ઉદ્ધાર કરાવ્યો. સંપ્રતિ રાજાની બનાવેલી જેનપ્રતિમાઓ તો અમે સેંકડે જોઈ છે.”
પાંચમા પટ્ટધર ચૌદ પૂર્વધર શ્રી યશોભદ્રસ્વામી કે જેઓ મહાવીરનિર્વાણ પછી પહેલી શતાબ્દી મધ્યે થઈ ગયા તેઓએ ભવિષ્યમાં સંપ્રતિ રાજા જેનપ્રતિમાઓને આરાધક થશે એ પ્રમાણેનું ભવિષ્ય “વનચુલીયા” નામના આગમ સૂત્રનું દર્શાવ્યું હતું. તે ગ્રંથની ગાથાઓ નીચે મુજબ છે –
भणइ जसभद्दसरि, सुओवओगेण अग्गिदत्तमुणि॥ सुणसु महामाय जहा, सूअहिलणमह जहा उदओ ॥१॥ मुख्काओ वीरपहुणो, दुसएहिय एगनवइ अहिएहिं ॥ वरिसाइ संपइ निवो, जिणपडीमाराहओ होही ॥२॥