SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ સમ્રાટું સંપ્રતિ પ્રશ્ન–હે ભગવંત! દિવાળીના દિવસે અસંખ્ય દીવા પ્રગટાવવામાં આવે છે અને દિત્સવ ઉજવવામાં આવે છે તેનું શું કારણ? ઉત્તર-હે રાજન ! પ્રભુ મહાવીરસ્વામી પૂર્વે અષાડ સુદ ૬ ના દિવસે દેવલોકથી એવેલા એટલે તે દિવસને પ્રભુના ચ્યવનકલ્યાણકનો દિવસ ગણવામાં આવ્યું. તેવી જ રીતે ચૈત્ર સુદ ૧૩ ની મધ્યરાત્રિએ પ્રભુને જન્મ થયે માટે તે દિવસ જન્મકલ્યાણક દિવસ તરીકે ઉજવાય છે. ત્યારબાદ ત્રીશ વર્ષ સુધી ગ્રહવાસમાં રહી માગસર સુદ ૬ ના દિવસે પ્રભુએ ચારિત્ર લીધું એટલે તે દિવસ દીક્ષાકલ્યાણક તરીકે ઉજવાય છે. દુઃસહ તપ કરતાં બાર વર્ષ પછી વૈશાખ સુદ ૧૦ ને દિવસે શૈદેહન આસને પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એટલે તે દિવસ કેવળજ્ઞાનકલ્યાણક તરીકે ઉજવાય છે. કાંઈક ન્યુન ત્રીશ વર્ષ કેવળપર્યાય ભેળવીને વીર પરમાત્મા પિતાનું આયુષ્ય અલ્પ જાણ અપાપા નગરીમાં આવ્યા. ત્યાં હસ્તિપાલ રાજાની પિષધશાળામાં પ્રભુએ છેલ્લું ચાતુર્માસ નિર્ગમન કર્યું. પ્રભુનું આયુષ્ય ને તીર્થંકરનામકર્મના પુગળ અધિક હોવાથી એમણે છેલ્લા સોળ પ્રહર સુધી અખંડ દેશના આપી તે કર્મ ભેગવી લીધું. એ દેશનામાં અનેક ભવ્યજનના સંશ દૂર કર્યા. પ્રભુ ઉપર અત્યંત પ્રેમ ધરાવનાર શ્રીમદ્દ દૈતમસ્વામી ગણધર કે જેઓ પ્રભુના પ્રથમ શિષ્ય હતા તેઓના મોહનીયકર્મને નાશ કરવા પ્રભુએ ભાવભાવ સ્વરૂપ સમજી તેમને નજીકના ગામમાં રહેલ દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબંધ કરવા મોકલ્યા. શ્રી ગૌતમ ઈંદ્રભૂતિ ગણધર એ પ્રભુ મહાવીરના પ્રથમ શિષ્ય હતા, તેમજ પ્રભુ પ્રત્યે અતીવ પ્રશસ્ત પ્રેમ ધરાવતા. ત્યારબાદ ચૌદ હજાર આત્મહિતાથીઓએ પ્રભુ પાસે દીક્ષા લીધી હતી, જેમાંથી કેટલાએક આત્મહિતાથીઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. આમ છતાં ઇદ્રભૂતિ ગૌતમને તેની પ્રાપ્તિ થઈ શકી ન હતી, કારણ કે તેઓને પ્રભુ પ્રત્યેને મોહ કાયમ રહ્યો હતે. તે મોહનીયકર્મ ખખ્યા બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે તેમ હતું. તે મેહનીયકર્મને પશ્ચાત્તાપવડે નાશ કરાવવા ખાતર પ્રભુએ પિતાને અંતિમ સમય જાણી તેમના હિતાર્થે દેવશમાં બ્રાહ્મણને પ્રતિબંધ કરવા નિમિત્તે તેમને અલગ કર્યા હતા. આસો વદ અમાસની પાછલી રાત્રિના સોળ પ્રહર પહેલાંથી અખંડ ધારાએ પ્રભુએ દેશના દેવી શરૂ કરી. આ સમયે પ્રભુ મહાવીર પ્રત્યે અત્યંત પ્રેમ ધરાવનાર જૈન ધર્માનુરાગી કાશી અને કોશલ દેશના અઢાર રાજવીઓ તેમજ ચેડા મહારાજના સામતે પણ હાજર રહ્યા હતા. ઉપરાંત ક્ષત્રિય નવમલ્લક અને લિચ્છવી જાતિના રાજાઓ અને ઠાકોર પણ હાજર રહ્યા હતા, જેઓ અમાવાસ્યાને દિવસે ખાસ પિષધવ્રત લઈ પ્રભુ મહાવીરની અંતિમ દેશનાનું શ્રવણ કરતા હતા. આ સમયે અપાપાપુરી ઊર્ફે પાવાપુરીમાં ચતુર્વિધ જૈનસંઘ સમુદાય સારા પ્રમાણમાં એકત્રિત થયા હતા.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy