________________
શાસ્ત્રીય શહાદતો
૨૯૯ ભાવાર્થ-દુભિક્ષને સમયમાં કોઈ એક ઢમક ગૃહસ્થોના ઘેર સાધુઓને શિક્ષા લેતાં જેમાં શ્રી સુહસ્તિસૂરીશ્વરજી મહારાજના શિષ્યો પાસે અન્નની માંગણી કરે છે. સાધુઓએ કહ્યું-“ગુરુ આજ્ઞા વગર અન્ન અમે દેવા અસમર્થ છીએ.” બાદ તે દ્રમક ગુરુની પાસે જાય છે. અન્નની યાચના કરે છે. ગુરુ જ્ઞાનના બળે ઉપગ મૂકી, યોગ્યતાવાળે દેખી, દીક્ષા આપી ભિક્ષા આપે છે. તે રંકમુનિ ઘણા દિવસે આહાર મળવાથી ખૂબ ખાય છે. વિશુચિએ કરી (તે જ રાત્રિએ) મરણ પામે છે.
ચારિત્રધર્મની અનુમોદનાથી તે આત્મા ચન્દ્રગુપ્ત રાજાનો પુત્ર-બિન્દુસાર રાજા, તેને પુત્ર અશોક રાજા, તેને પુત્ર કુણાલકુમાર, તેને ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. તે પુત્ર પિતામહનું રાજ્ય પામી સમ્મતિ ત્રિખંડના અધિપતિ રાજા તરીકે થયે. રથયાત્રામાં નીકળેલા શ્રી સુહસ્તિસૂરિને જોઈને ઉત્પન્ન થયેલું છે જાતિસ્મરણજ્ઞાન જેને, એવો તે સંપ્રતિ રાજા ગુરુને નમસ્કાર કરી પ્રશ્ન પૂછે છે. “અવ્યક્ત સામાયિકનું ફળ શું!” ગુરુ જવાબ આપે છે-“રાજ્યાદિ.” એટલે સંપ્રતિ બીજો પ્રશ્ન કરે છે-“હે સ્વામિન! આપ મને ઓળખો છો?” ગુરુ ઉપયોગ મૂકી સકલ સ્વરૂપ જાણે છે. બાદ સૂરિશ્રીના ઉપદેશના પ્રતાપે સવાક્રોડ બિંબ, સવા લાખ નવીન દેરાસર, છત્રીસ હજાર જીર્ણદેરાસરને ઉદ્ધાર, પંચાણું હજાર પીત્તલમય પ્રતિમા, આ પ્રમાણે તેઓશ્રીએ ચૈત્યમય પૃથ્વીને બનાવ્યાનો કેટલાએ ગ્રન્થોમાં ઉલ્લેખ મળી આવે છે. અરે ! ખુદ બાર માસે પર્યુષણ જેવા પર્વમાં જેનું વાંચન (કલપસૂત્ર) કરાય છે તેમાં પણ ઉલ્લેખ દેખાય છે. કિરણવલીમાં પણ દેખાય છે. તે ઉપરાંત છાત્રાલય પણ બંધાવેલાં જણાય છે અને તેઓશ્રીએ અનાર્ય દેશોમાં જૈનધર્મને ખૂબ ફેલાવો કરેલો હોય તેમ પણ શાસ્ત્રોના પાઠો પરથી સિદ્ધ થાય છે.
કલ્પસૂત્રકલ્પલતા ” માં પણ નીચે પ્રમાણે ઉલ્લેખ મળી આવે છે જેથી પણ પ્રસ્તુત વાતને પુષ્ટિ મળે છે. अथ श्रीआर्यसुहस्तिसूरिसंबन्धो यथा
अन्यदा दुःकाले जाते धान्यं न लभ्यते, लोको दुःखी जातः, राजानोऽपि रङ्का जाताः। तथापि श्रावकाः साधूनां विशेषतः दानं ददुः। एको भिक्षुः साधून् बहुभिक्षा પ્રતિકૃદં મખાનાં દg માહ–“મો માં મિલાં સત્તા” સાપુરમ રો–“સુરવો जानन्ति।" ततो गुरुसमीपे समागतः । गुरुभिःलाभ विभाव्य दीक्षां दत्त्वा यथेच्छ भोजितः, परं विषूचिकया चारित्रानुमोदनात् मृत्वा उज्जयिनीनगरे श्रेणिकराजपदे कोणिकः २, तत्पदे उदायिराजा ३, तत्पदे नवनन्दाः १२, तत्पदे चन्द्रगुप्तः १३, तत्पदे बिन्दुसारः १४, तत्पदे अशोकश्री. १५, तस्य पुत्रः कुणालः १६, तस्य पुत्रः संप्रतिनामा राजा अभूत् । तस्य हि जातमात्रस्यैव पिता महाराज्यं मन्त्रिभिः दत्तं । अनुक्रमेण त्रिखण्ड