________________
૨૪
મ`ડળ અને પાઠશાળાની સ્થાપના થઇ. દાદર ચતુર્વિધ જૈન સંઘમાં મારા પ્રયાસેાથી એકયનું વાતાવરણ એવુ' તેા સુંદર જામ્યુ કે જેના ચેાગે મને આજે દાદર છેડ્યાને લગભગ દોઢ વર્ષ થવા છતાં દાદરના જૈન સંઘ મને ‘સમાજસેવક ’ તરીકે યાદ કરે છે.
આ સમયે જેમના વરદ હસ્તે દાદર દહેરાસરજીના પ્રતિષ્ઠા મહેાત્સવ અપૂર્વ જશવંતા નીવડ્યો હતા તે ઉપકારી જિનરિદ્ધિસૂરિ મહારાજ અને દાદર જૈનસંઘના આત્મા તુલ્ય ગણાતા રા. સા. શેઠ રવજી સાજપાલે થાણામાં થતા તીર્થોદ્ધારમાં મારા જેવા સેવાભાવીની જરૂરિઆત છે એ પ્રમાણેની સલાહ શ્રી થાણાસ ંધને આપી. પિરણામે થાણાસંઘે શ્રી દાદર સંઘ પાસે ચાર માસ માટે મારી માંગણી કરી. અતિ આનાકાની વચ્ચે શ્રી દાદરના સંઘે મને માત્ર ચાર માસને માટે થાણા જવા માટે મંજૂરી આપી અને હુ સંવત્ ૧૯૯૫ના મહા સુદ એકમથી થાણા આણ્યે. એવામાં સંવત ૧૯૯૫ના વૈશાખ માસમાં માહીમ દહેરાસરમાં પ્રતિષ્ઠામહાત્સવ થનાર હતા તે નિમિત્તે માહિમ જૈનસંઘે થાણા જૈનસંઘ પાસે પ્રતિષ્ઠા પૂરતી એક માસ માટે મારી માંગણી કરી. માહીમમાં યથાશક્તિ સેવા બજાવી કાર્ય પૂર્ણ થતાં હું પાછે થાણા આન્યા. ત્યારબાદ અત્યાર સુધી આ મારા ઉપકારી મહાત્માના પ્રસાદથી મને યત્કિંચિત્ તીર્થ સેવાના લાભ મળ્યા. તેમજ દાનવીર શ્રીમતા પાસે અહીં બંધાતા દહેરાસરજીની ટીપ માટે જતાં કુદરતી અનુકૂળતાભર્યા સંજોગામાં સુંદર સાથ મળતા રહ્યા છે.
આ પ્રમાણે શ્રી થાણા જૈન સંઘની અપૂર્વ મહેનત અને મારી અલ્પ સેવાના યેાગે આજે થાણા દહેરાસરજીના તીર્થોદ્ધારનું કાર્યં ઘણું જ સુંદર અને આકર્ષક બન્યુ છે એટલું જ નહિ પરંતુ મુંબઇના પરાઓમાં આજે આદર્શ પ્રાચીન તીર્થની ગણત્રીમાં ઐતિહાસિક નામના મેળવે એવું અપૂર્વ જિનાલય તૈયાર થઈ જવા આવ્યું છે. આ પ્રમાણે ગત પાંચ વર્ષમાં આચાર્ય દેવના અહેાનિશ સતસમાગમમાં રહેતાં સંઘસેવા સાથે આત્મકલ્યાણના માર્ગ સધાયેા છે. વળી આ “ સમ્રાટ્ સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઇતિહાસની પ્રામાણિકતા ” નામે અપૂર્વ ગ્રંથની રચના પણુ આ આચાર્ય દેવના જ પ્રભાવ છે, કે જેમના મારા બચપણથી મારા ઉપર એક ધર્મપિતા તરીકે હાથ છે અને રહેશે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે હું નિર ંતર પ્રાર્થના કરું છું. આવા ઉપકારી ગુરુદેવનું આયુષ્ય ધમ સેવા અર્થે ચિરકાળ પન્ત રહેા.
પરમપૂજ્ય ઉપકારી ગુરુદેવના શિષ્યરત્ન શ્રી ગુલાબ મુનિજી મહારાજમાં પણ ગુરુદેવના સદ્ગુણાના વારસા ઉતર્યા છે અને તેઓ પણ મને ગુરુદેવ જેટલા જ પ્રેમથી ચહાય છે.
આ પ્રમાણે સમાગે જીવન વ્યતીત કરતાં મારુ' હવે પછીનું જીવન આ રીતે જ ધર્મસેવામાં નિષ્કંલક રીતે પસાર થાય એ જ અભ્યર્થીના અને અભિલાષા.
—લેખક