________________
પ્રકરણ ૪ છું.
સમ્રાટ્ સંપ્રતિને જાતિસ્મરણજ્ઞાન,
રથયાત્રાના ભવ્ય વરઘેાડા
પ્રભુ મહાવીરના સાતમા પટ્ટધર અને સાધુગણુના નાયક શ્રો આર્ય સુહસ્તિ મહારાજ લગભગ સેાળ-સત્તર વરસના લંબાણું ગાળા ખાદ્ય ઉજૈન આવી પહોંચેલા હેાવાથી અવન્તીના જૈન સંઘ તરફથી રથયાત્રાના ભવ્ય વરઘેાડા કાઢવામાં આવ્યેા હતા, જેમાં હજારા જૈન શ્રીમતા સુંદર વસ્ત્રાલ કારા સાથે જોનારને જૈન મહાજનની સમૃદ્ધિના ખ્યાલ આપતા હતા.
વિવિધ પ્રકારથી સુશે।ભિત વાહનામાં સાંબેલાએ વરઘેાડાની શે।ભાને અલંકૃત કરતા હતા. રાજ્ય તરફથી વિવિધ પ્રકારનાં વાજિંત્રા, લશ્કરી ઘેાડેસ્વાર તેમજ પાયદળ ટુકડીએ અને લાખાની કિ ંમતના અલંકારા ધરાવનાર કિંમતી તુરીઅશ્વો તેમજ હસ્તીની હારમાળાએ વરઘેાડાની શે।ભાને વધારી રહેલ હતા. આ ઉપરાન્ત રાજ્ય અમલદારોની હાજરીથી આ વરઘાડા સુંદર રીતે એવા તે આકર્ષક બન્યા હતા કે જેના દર્શનાર્થે સમસ્ત અવન્તી પ્રાંતના જૈન અને જૈનેતર વિભાગ એકત્રિત થયા હતા.
રથની પાછળ અનેક સાધુસમુદાયથી પરવરેલા શ્રી આર્ય સુહસ્તી મહારાજ ચાલતા હતા. તેમની પાછળ સમુદ્રની લહેરાની માફક, અવન્તીના શત્રુગારરૂપ મહાજન સમુદાય ચાલતા હતા. તેની પાછળ સાધ્વીએ અને શ્રાવિકા સમુદાય હતા. આ પ્રમાણે વ્યવસ્થા મુજબ ગેાઠવાયેલા વઘેાડા રાયગઢ નજદિક આવી પડેચ્યા. રાજ્યમહેલનાં પ્રત્યેક માણસા, કોઇ ઝરુખામાંથી, કાઇ ખારીએથી તા કોઇ અગાશીમાંથી વરઘેાડાની અપૂર્વ શેાભા નિહાળતા હતા.
મહારાજા સંપ્રતિ પણ આ સમયે ગેાખમાં બેઠા બેઠા આ વરઘેાડાને નિહાળવા લાગ્યા. મહારાજાની ચંચળ ષ્ટિ અનેક માણસનુ અવલેાકન કરી રહી હતી. જીવંતસ્વામીના રથ નજરે પડતાં તેમણે એ કર જોડી ગાખમાંથી જ પ્રતિમાને વદન કર્યું.