________________
૨૦૮
સમ્રાટ્ સંપ્રતિ
इतोय अजहत्थी उजेणी ' जियसामि वंदओ आगओ रहाणुजाणे य हिंडतो राउलं गणपदेशे रन्ना आलोयणगतेण दिट्ठो, ताहे रन्नो ईहपोहं करेंतस्स जातं ( जाइसरणं जातं) तहा तेण मणुस्सा भणिता - पंडिचरह आयरिंए कहिं ठितत्ति हिं पडिचरिउ कहितं सिविरे ठिता । ताहे तत्थ गतुं धम्मो णेण सुओ पुच्छितं धम्मस्स किं फलं ? भणितं अव्यक्तस्य तु सामाइयस्स राजाति फलं, सो संमंतो हानि ( होती ? ) स भणसि अहं भे कहिं चिट्टिट्ठे लओ, आइरिएहिं उवउज्जितं दिट्ठे लओ ति ताहे सो सावओ जाओ पंचाणुवयधारी तस जीव पडिक्कमओ पभावओ समण संघस्स ।
cr
,
અર્થાત્ શ્રી આર્ય સુહસ્તી મહારાજ જીવંતસ્વામીના વંદનાર્થે ઉજ્જૈની આવ્યા, અને રથયાત્રામાં મહારાજશ્રીને નિહાળતાં ઝરુખામાં બેઠેલા સંપ્રતિ મહારાજાને જાતિસ્મરણજ્ઞાનની ઉત્પત્તિ થઈ. તેમણે પેાતાના પ્રતિહારીને કહ્યું કે–તપાસ કરો કે મહારાજશ્રી કાં ઊતર્યા છે ? પ્રતિહારીઓએ તપાસ કરી, નિવેદન કર્યું કે-આચાર્યશ્રીના મુકામ “ શ્રીઘર ” માં છે. રાજા તેમની પાસે ગયા ને તેમને ધર્મોપદેશ સાંભળ્યા બાદ મહારાજાએ પ્રશ્ન કર્યો કે—ધર્મનું ફળ શું? ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે “ અવ્યક્ત સામાયિક ધર્મનું ફળ રાજ્યપ્રાપ્તિ આદિ છે, ” આ પ્રમાણે આચાર્ય શ્રીના મુખથી ધર્મનુ કુળ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું, અને તેમણે કહ્યું કે “ ગુરુદેવ, સત્ય છે. ગુરુદેવ, આપ મને એળખા છે ? ” શ્રુતજ્ઞાનના ઉપયોગ મૂકી આચાર્ય શ્રીએ કહ્યું કે “હા, તું મારા પરિચિત અને પૂર્વ ભવના શિષ્ય છે.” આ પ્રમાણે સાંભળી મહારાજા સ`પ્રતિ પ ંચાણુવ્રતધારી બન્યા ને ત્રસ જીવાની હિંસાના પણ તેણે ત્યાગ કર્યો અને તે શ્રમણુસંઘના ઉન્નતિ કરવાવાળા પરમ શ્રાવક થયા.
નિશીથણીમાં પણ આ હકીકતને લગતા મતભેદ નીચે પ્રમાણે છે:--
अण्णा आयरिया वतीदिसं जियपडिमं वंदियागता । तत्थ रहाणु जाते रण्णो घरं रहोवर अंचति ।। संपतिरण्णा ओलायणगण्ण अजसुहस्त्थि दिट्ठो जातिस्मरणं जातं । आगच्छो पायेसु पडिओ पचुट्टिओ विणओणओ ॥
આ પાઠના ભાવાર્થ નીચે પ્રમાણે છે.-
“ આચાર્ય શ્રી આર્ય સુહસ્તી વિદિશામાં · જીવિતસ્વામી ' ની પ્રતિમાના દર્શને
6
ગયા. ત્યાં રથયાત્રા નીકળી. રાજાનેા મહેલ રથમાર્ગ પર હતા. રથ રાજમહેલની પાસે પહેાંચ્યા એટલે ઝરુખામાં બેઠેલા રાજા સ`પ્રતિએ વરઘેાડામાં રહેલ શ્રી આર્ય સુહસ્તિ મહારાજને દેખ્યા. જેમને જોતાં જ તેમને પૂર્વભવનુ જ્ઞાન થયું. તરત જ રાજા મહેલ નીચે ઉતરી આચાર્ય શ્રીના ચરણમાં પડ્યા અને એમને પ્રશ્ન કર્યો કે “ ભગવત, આપ મને આળખા છે ?” આચાર્ય શ્રીએ તરતજ ધ્યાન લગાવી જોયુ અને તેઓ ખેલ્યા—“ હા. હુ' એળખુ છુ. તુ મારા પૂર્વભવના શિષ્ય છે.”