________________
છતસ્વામીની પ્રતિમા
૨૭
રાજકીય દાનશાળાઓના આહાર પાણી લેવાનું જેનસાધુ મુનિમહારાજના આચાર વિરુદ્ધ હોવાથી જિનકલ્પી આચારવાળા શ્રી આર્યમહાગિરિ મહારાજે શ્રી આર્ય સુહસ્તિ મહારાજથી સગી ગોચરીને સંબંધ વિભક્ત કરી, સાધુગણને ભાર અને યુગપ્રધાનપદ શ્રી આર્ય સુહસ્તિ મહારાજને ઈ. સ. પૂર્વે ૨૪૫ માં અર્પણ કરી તેઓ તેમનાથી અલગ થઈ એકાકી વિહારી અને ચુસ્ત જિનકલ્પી બની અલગ વિચરતા હતા.
મહારાજા બિંદુસાર અને અશોકના રાજ્યકાળ દરમિયાનમાં દાન શાળાના રસઈઆઓ અને વેપારીઓ મારફતે જેનમુનિ મહારાજને માટે આહાર અને વસ્ત્રાદિકની ગઠવણ કરવામાં આવી હતી, જેમાં વેપારીઓ અને રસઈઆઓને રાજ્ય તરફથી તેનો બદલે મળી રહે છે. આ જાતની રાજ્યવ્યવસ્થાને રાજ્યપિંડ તરીકે અક૯ય ગણી શ્રી આર્યમહાગિરિ મહારાજ શ્રી આર્યસુહસ્તિ મહારાજથી અલગ થયા હતા અને ગોચરીની વિભક્તતા થઈ હતી. શ્રીસંઘે એક વખત વિભક્તગોચરીને સંભેગી બનાવી હતી, છતાં કાળના પ્રભાવે તેમાં ફેર ન પડ્યો એટલે અંતે યુગપ્રધાનપદને નિક્ષેપ કરી શ્રી આર્યમહાગિરિ મહારાજ જિનકલ્પી તરીકે સાધુગણનો ભાર શ્રી આર્ય સુહસ્તિ મહારાજને સોંપી અલગ થયા હતા.
મહારાજા અશક અને બિંદુસારને પ્રેમ મહારાજ શ્રી આર્યસુહસ્તિ અને આર્ય મહાગિરિ ઉપર અપૂર્વ હતો. અને આ દાનપ્રવર્તક રાજાઓના સંબંધમાં આવેલા શ્રી આર્ય મહાગિરિ મહારાજના મુખમાંથી નીકળેલા નીચેના શબ્દો પણ આ વસ્તુસ્થિતિને સ્પષ્ટ કરે છે, કે જે શબ્દો ગ્રંથમાં નીચે મુજબ છે –
“ચોરા મૃત્યુ માતા” આ શબ્દોનો અર્થ એ થાય છે કે “આ જાતની અનેરી ગોચરી કરતાં મૃત્યુ અધિક સારું” તથા બીજા પણ આને લગતા શબ્દો મળી આવે છે--
“શો રૂ! અri સીજ” આ બન્ને વાકે ઉપરોક્ત સમયની વિષમતા દર્શક હતા. આ ઉપરથી જિનકલ્પી શ્રી આર્ય મહાગિરિ મહારાજની અપૂર્વતા સમજાઈ આવે છે.
ગ્રંથિક પુરાવાને આધારે અમોએ ઉપરોક્ત પુરાવાઓ રજૂ કરી સમજાવ્યું છે કે શ્રી આર્ય મહાગિરિ મહારાજના અંગે જે સંભેગી અને અસંગી ગોચરીના વૃત્તાંત સંબંધમાં જૈન ગ્રંથમાં મતભેદ જોવામાં આવે છે, તેમાં અમારે મત અમે એ દર્શાવ્યો છે. બાકી તો સર્વ જાણે મહારાજા સંપ્રતિને જાતિસ્મરણુજ્ઞાન કયાં પ્રાપ્ત થયું હતું?
અમારા સંશોધનમાં શ્રી આર્ય સુહસ્તિ મહારાજના પ્રથમ દર્શને અવન્તી (ઉજજેન) માં મહારાજા સંપ્રતિને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું હતું જેના અંગે કલ્પચૂર્ણને મૂળ પાઠ નીચે પ્રમાણે છે –