SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ સમ્રાટું સંપ્રતિ આજે રસોઈ કરવી છે તે પૂછવા આવ્યા. ચંડપ્રદ્યોતને આશ્ચર્ય થયું. કોઈ દિવસ નહીં ને આજે રસયાઓ કેમ પૂછવા આવ્યા છે તે માટે તેના મનમાં વિચાર-પરંપરા ઉદ્દભવી. છેવટે રસેયાઓને કારણ પૂછતાં રસોયાએ જણાવ્યું કે “આજે સંવત્સરીને પર્વદિન હોવાથી ઉદાઈ રાજાને ઉપવાસ હોવાથી તમને પૂછવા આવ્યો છું.” રાજા ચંડપ્રદ્યોતને પણ એમ થયું કે કદાચ ભેજનમાં દગો થાય એટલે તેણે પણ વિચાર કરી જવાબમાં જણાવ્યું કે આજે મારે પણ ઉપવાસ કરે છે. રાજા ઉદાઈને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે અત્યંત રાજી થયે, અને ચંડપ્રદ્યોતને પિતાનો સ્વામીભાઈ જાણી વિચાર્યું કે ગુન્હાહિત રાજવી છતાં પિતાના સ્વામીભાઈ સાથે “ક્ષમાપના” કર્યા સિવાય સંવત્સરી પ્રતિક્રમણ સાર્થક નહીં થાય એમ માની તેમણે તક્ષણે ચંડઅદ્યતને બંધનમુક્ત કરાવ્યો અને અવન્તીનું રાજ્ય પાછું સુપ્રત કર્યું. બાદ પોતે વીતભયપટ્ટણ આવ્યું. આ જ કારણે રાજા ઉદાયીની “ક્ષમાપના” આદર્શ ગણાઈ છે. મહારાજા ઉદાયી છેલ્લા રાજર્ષિ બને છે– કેટલાક સમય ગયા બાદ ઉદાઈ રાજાને વિરક્તભાવ વૃદ્ધિ પામતાં તેમણે પ્રભુ શ્રી મહાવીર પાસે દીક્ષા લીધી ને છેલ્લા રાજર્ષિ થયા. એ રાજર્ષિને કર્માનુસારે વ્યાધિ ઉત્પન્ન થયે. કોઈ તેમને દહીંને આહાર લેવા સૂચના કરવાથી આ રાજર્ષિ વીતભયપટ્ટણ આવ્યા. ઉદાઈના ચારિત્રસ્વીકાર બાદ અવન્તીમાં એમનો ભાણેજ કેશી રાજા રાજ્ય કરતે હતો. કેશીએ રાજર્ષિ ઉદાઈને પિતાને ઘેર વહરવા બોલાવી, મંત્રીઓના ભરમાવ્યાથી વિષમિશ્રિત અન્ન વહેરાવ્યું. દેવવાણુની સફળતા : વીતભયપટ્ટણ પર રજવૃષ્ટિ– રાજર્ષિ ઉદાઈએ વિષવ્યાપ્ત અન્નને આહાર કરી, અનશન સ્વીકારી ઉચ્ચ કોટીના ધ્યાનપૂર્વક ત્રણ દિવસની ઉગ્ર તપશ્ચર્યા કરીને પ્રાંત કૈવલ્યપદ એટલે મેક્ષપદવી પ્રાપ્ત કરી. જૈન શાસનના રક્ષક અધિષ્ઠાયક દેવી-દેવતાઓએ કેશી રાજાની આ જાતની અધમતા જોઈ કોપથી વીતભય નગરને ધૂળથી દાટી દીધું. વિતભયપટ્ટણથી અવંતી લઈ જવાયેલ જીવંતસ્વામીની પ્રતિમા અવન્તીના ઉજ્જૈનમાં ભાવિક જનેથી પૂજાવા લાગી. કાળાંતરે તે પ્રતિમા કાળના પ્રભાવે અદશ્ય થઈ ગઈ. વીર પ્રભુના નિર્વાણ બાદ ૧૯૬૯ વર્ષ વ્યતીત થયા પછી કુમારપાળ રાજાએ એ પ્રતિમાને પ્રાપ્ત કરી અને પોતે તેનું પૂજન કરી, આત્માનું કલ્યાણ કર્યું હતું.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy