________________
જીવંતસ્વામીની પ્રતિમા
૨૮૩
સન્મુખ જુએ છે તા કોઇ દિવસ ન કરમાય એવી પુષ્પમાળા કરમાયલી દીઠી. તેને તરત જ માલૂમ પડયું કે “આ મૂર્તિ મૂળ પ્રતિમા નથી. વળી પ્રભુભક્તિમાં નિત્ય હાજર રહેનારી સુવર્ણ શાલકા પણ હાજર નથી. પ્રભાવશાળી મૂળ પ્રતિમાના અદૃશ્ય થવાથી મારા હાથીના મઢ પણ ગળી ગયા દેખાય છે, માટે નક્કી આ કાર્ય અવન્તીના ચડપ્રàાતનું દેખાય છે કે જે અહીં આવી, મૂર્તિ તથા દાસી બનેને લઇ ગયા હાય એમ જણાય છે. ” તેણે તરત જ દસ રાજાએ સહિત વિશાળ સૈન્ય તૈયાર કર્યું અને અવન્તી ઉપર ચઢાઇ કરી. આ બાજુ અવન્તીપતિ પણ લશ્કર સહિત સામના કરવા માટે તૈયાર હતા એટલે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયુ. યુદ્ધમાં બાણાવળી ઉદાઇ રાજાએ તીક્ષ્ણ માણેાથી ચડપ્રદ્યોત રાજાના હાથીના ચારે પગેા ભરી દીધા જેથી ચંડપ્રદ્યોતના માનીતા અનિલવેગ હાથી પૃથ્વી પર ઢળી પડ્યો. એટલે પ્રતાપી ચડપ્રદ્યોતે મૃત્યુવશ થએલ હાથીની અંબાડીમાંથી કૂદકા મારી રણમેદાનમાં ઝ ંપલાવ્યું. તક્ષણે ઉદ્ભાઇ રાજા પણ કૂદકે! મારી રથમાંથી બહાર પડ્યો, અને બન્ને વચ્ચે ભયંકર દ્વયુદ્ધ થયું. છેવટે અવન્તીપતિ હાર્યા અને ઉદાઇએ ચડપ્રદ્યોત રાજાને બાંધી લીધેા.
ઉદાઈ રાજા તરત જ વિજેતા રાજવી તરીકે અવન્તીના રાજ્યમહેલમાં આન્યા અને સૌથી પ્રથમ તે તેણે મૂળ પ્રતિમાનાં દર્શન કરી આત્મસંતેાષ મેળવ્યેા. ખાદ એ જ મૂળ પ્રતિમાને વીતભયપટ્ટણુ લઇ જવાની તૈયારી કરી, પણ એ પ્રભાવશાળી પ્રતિમા ત્યાંથી એક અંશ માત્ર ચલાયમાન થઇ નહિ. અંતે રાજાએ અતિશય સ્તુતિપૂર્વક એકચિત્તે પ્રભુને વિનતિ કરવા માંડી ત્યારે એના અધિષ્ઠાયકે પ્રગટ થઈ કહ્યું કે- હું રાજન્! તારું નગર ઘેાડા વખતમાં ધૂળના વરસાદથી દટાઇ જવાનુ છે, માટે આ પ્રભાવશાળી પ્રતિમા ત્યાં આવશે નહિ, તે તું હવે શાક ન કર. ” ત્યારપછી ઉદાઇ રાજાએ પાતાના ક્રોધના સમાવેશને માટે એક લાખંડના સળીયાને ખૂબ તપાવી, એના વડે ચંડપ્રદ્યોત રાજાના લલાટ ઉપર ‘ દાસીપતિ ’ એવા અક્ષર લખાવ્યા અને તેને પિંજામાં પૂર્યો. ખાદ તે પિંજરાને સાથે લઈ રાજા પેાતાના નગર તરફ રવાના થયા. સ્વદેશે જતાં માર્ગમાં વર્ષો ઋતુના–ચાતુર્માસના દિવસેા આવ્યા જેથી વર્ષાધારા સખત થવા લાગી, એટલે રાજાએ એક ઠેકાણે છાવણી નાંખી મુકામ કર્યા. ત્યાં આગળ નગર જેવા દેખાવ થઇ રહ્યો, અને તે સ્થળનું નામ “ દસારા ” એવુ પડ્યુ.
ચાતુર્માસના પર્યુષણના પર્વના દિવસે આવ્યા. એટલે ઉદાયી રાજાએ ધાર્મિક ક્રિયા શરૂ કરી. મા અવન્તીપતિ રાજા પ્રદ્યોત પણ જૈન ધર્મી હતા ને તે મહારાજા ઉદાઈના સાદ્ઘ થતા હતા કારણ કે મહારાજા ચેટકની ચેાથી પુત્રી શિવા સાથે તેનાં લગ્ન થયાં હતાં જ્યારે મહારાજા ઉડ્ડાઇનાં લગ્ન ચેટકની મેાટી પુત્રી સાથે થયાં હતાં.
ઉદાઈ રાજા સંવત્સરીના દિવસે ઉપવાસ કરતા એટલે તેના રસેાયા ચડપ્રદ્યોતને કઇ જાતની