________________
૨૭૨
સમ્રા સંપ્રતિ કુટુંબના વડીલ તરીકે રક્ષક બન્યા હતા, અને અવન્તીના સૂબા તરીકે પૂર્વવત્ રાજ્યવહીવટ સંભાળવો ચાલુ રાખ્યો હતો.
રાજ્યપુત્ર સંપ્રતિ અવન્તીના રાજ્યમહેલમાં રહી સુંદર રીતે પોતાની બાલ્યાવસ્થા પસાર કરતો હતે. તેવી જ રીતે યુવરાજ કુણાલ પણ પ્રભુભક્તિમાં પોતાનો સમય સુંદર રીતે વ્યતીત કરતો હતો. સદ્દગુરુઓના સમાગમ અને પૂર્વજન્મના ઉચ્ચ કોટીને સંસ્કારી ધર્મબળે રાજપુત્ર સંપ્રતિ પણ સંસ્કારી, ધર્માત્મા અને વીર રાજ્યપુત્ર બન્યું, એટલું જ નહિ પરંતુ તે મહારાજા અશકવર્ધનની ધર્મકરણ કરતાં પણ ચઢી જાય તેવો દયાળુ, ધમી અને દાનેશ્વરી બન્યા. ધીમે ધીમે બાળવય વટાવી સંપ્રતિ ચાર વર્ષને થયે. મહારાજા સંપ્રતિને અવન્તીપતિ તરીકે રાજ્યાભિષેક (ઈ.સ. પૂ.ર૪૩વી.નિ. ૨૮૫)
રાજ્યપત્ર સંપ્રતિ ચૂદ વર્ષની ઉંમર થતાં મહારાજા અશોકને સ્વહસ્તે તેને રાજ્યાભિષેક કરવાની જિજ્ઞાસા થઈ, અને તેથી મહારાજાએ અવન્તીથી રાજ્યકુટુંબને મગધ તેડાવી લીધું. મહારાજાએ વૈશાખ શુદિ (અક્ષય) તૃતીયાના માંગલિક દિવસે ખાસ રાજ્યારોહણની ક્રિયા માટે રાજ્યદરબાર ભર્યો ને રાજ્યપૌત્ર સંપ્રતિને અવન્તી પતિ તરીકેનો રાજ્યાભિષેક કર્યો. આ સમયે મોટા મોટા રાજાઓની રાજ્યકન્યા સાથે તેનું લગ્ન પણ કરવામાં આવ્યું.
આ પ્રમાણે મહારાજા અશોકે રાજ્યપત્ર સંપ્રતિને અવન્તીનું શાસન સુપ્રત કરીને તેની તહેનાતમાં સંપૂર્ણ લશ્કરી બળ મૂકયું ને તેને અતિમાનપૂર્વક અવન્તી તરફ વિદાય આપી.
મહારાજા સંપ્રતિએ ભાગ્યેજ ડાક દિવસ અવંતીના માર્ગે મુસાફરી કરી હશે એટલામાં જ પંજાબ તરફ ભયંકર બખેડે ઉત્પન્ન થયાના સમાચાર મગધ આવી પહોંચ્યા. બખેડાની શાંતિ માટે સંપ્રતિના સેનાધિપતિ પણ નીચે ત્યાં વિશાળ લશ્કર મોકલવાની જરૂર જણાઈ, અને મહારાજા અશકે અવન્તી તરફ જતા રાજ્યપેત્ર સંપ્રતિને રાજ્યાજ્ઞા મોકલી કે રાજ્યકુટુંબને અવન્તી તરફ મોકલી તમારે અત્રેથી મોકલાયેલા બળવાન લશ્કરની સરદારી લઈ બળવાની શાંતિ માટે પંજાબ તરફ જવું.
- “સિંહના બાળકો સિંહ જ હોય ” ઉક્તિ પ્રમાણે મૌર્યવંશી રાજ્યપુત્રના નશીબમાં યુવાવસ્થાની શરૂઆતમાં જ કેસરીસિંહની માફક રણક્ષેત્રમાં ગર્જના કરવાનું નિર્માણ થયેલું હોવાને લીધે, કુદરત પણ તેમને રણક્ષેત્રમાં ઉતારી મર્યવંશીય કીર્તિ ઉપર સુવર્ણકળશ ચઢાવતી હતી. બિંદુસારના રાજ્યામલ દરમિયાન સમ્રાટ અશોકને પણ આવી જ રીતે પંજાબ તરફ બળવાની શાંતિ માટે જવું પડયું હતું. અહીં પણ તે જ હકીક્તની પુનરાવૃત્તિ થઈ ને મહારાજા સંપ્રતિને ભરયુવાનવયે રણક્ષેત્રમાં ઝૂઝવું પડ્યું. મહારાજા સંપ્રતિને અપૂર્વ વિજયા–
સમ્રાટ અશોકની રાજ્યજ્ઞા મળતાં જ સંપ્રતિને અત્યંત આનંદ થશે. રાજ્યજ્ઞા