________________
પ્રકરણ ૧૪ સુ.
મગધ સામ્રાજ્યની વહેંચણી ને સીમા
આગલા પ્રકરણમાં જોઇ ગયા તે પ્રમાણે મહારાજા અશાકે અંધ યુવરાજ કુણાલને આપેલ વચન ) વરદાન પ્રમાણે પાત્ર સ ંપ્રતિને અવન્તીનું રાજ્ય અર્પણ કરવાપૂર્વક મગધ સામ્રાજ્યના યુવરાજની પદવી અર્પણ કરી. આ ઐતિહાસિક બનાવ ઈ. સ. પૂર્વે ૨૫૭ ના ગાળામાં એટલે વીરિનર્વાણુ ૨૭૦ લગભગમાં બન્યા હતા.
મહારાજાએ રાજસભામાં યુવરાજ કુણાલને થએલ અન્યાય દૂર કરવા આપેલ વચન પ્રમાણે રાજ્યાધિકાર અર્પણુ તા કર્યાં, પરંતુ તપશ્ચાત્ રાજ્યકુટુ ંબમાં જબરદસ્ત આંતરિક કલહ ઉત્પન્ન થયેા; કારણ કે આ કાળે રાજ્યવ્યવસ્થાને ખરાબર સંભાળી શકે તેવા અલગ અલગ રાણીઓના ઉંમરલાયક રાજ્યકુંવરા વિદ્યમાન હતા. તેના હક અધ રાજ્યપુત્ર કુણુાલ કરતાં રાજ્યગાદી માટે વિશેષ હતા, કારણ કે યુવરાજ કુણાલ અંધ થયેલ હાવાથી તેના અને તેના વારસાના રાજ્યગાદી ઉપરના હક નષ્ટ થયા હતા, પરંતુ જ્યારે મહારાજા અશાકે વરદાનમાં રાજ્યગાદી રાજસભામાં અર્પણુ કરી એટલે પિતૃ આજ્ઞાંકિત મા રાજ્યપુત્રાને ફરજિયાત શાંતિ જાળવી મા રાજકીર્તિનું રક્ષણ કરવાની જરૂરિયાત સમજાઇ. છતાં રાજ્યકુટુંબમાં આ સમયે એવા માટા આંતરકલહ ઉત્પન્ન થયા કે તેના કારણે મહારાજાને કલહની શાંતિ ખાતર, અને રાજ્યકુટુંબની ઐક્યતા ખાતર મગધ સામ્રાજ્યને ફરજિયાત ચાર વિભાગમાં વહેંચવું પડયું, અને ઉંમરલાયક ચારે રાજપુત્રાને સ્વતંત્ર પ્રાંતાના રાજ્યવવહીવટ સુપ્રત કરવા પડ્યો. આ હકીકતને લગતું વર્ણન સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે છેઃ— (૧) પંજાબ અને તક્ષશિલા——
માય સામ્રાજ્યના રાજ્યામલ દરમિયાનમાં આ તક્ષશિલા નગરી પશ્ચિમેત્તર પ્રદેશનુ મુખ્ય વ્યાપારિક શહેર હતું, જ્યાં ભારતની સુપ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલી હતી. આ વિદ્યા