________________
ર૬ર
સમ્રાટ્ સંપ્રતિ
ઉજ્જૈનથી યુવરાણી શરતખાળા, ધાવમાતા સુનદા અને આ ઐતિહાસિક ઘટનાનુ અપૂર્વ માન ધરાવનાર શરતશ્રીની સહચરી ચંદા સાથે રાજ્યપાત્ર સપ્રતિ ઉચ્ચ કોટીના રાજ્યમ દાખસ્ત સાથે મગધ આવી પહોંચ્યા.
સમ્રાટે ખાળશિશુને અતિ હર્ષ થી ગાઢમાં લઈ તેના મુખારવિન્દના લક્ષણ્ણા સાથે હસ્તમાં રહેલ ગદા આદિ રાજ્યચિહ્નો જોયાં. અને દિવ્ય પ્રભાવશાળી લલાટને સૂક્ષ્મતાપૂર્ણાંક નિહાળી સમ્રાટ અને રાજ્ય અમલદારવગે ખાત્રી કરી કે “ આ રાજપાત્ર સમ્રાટપદ્મને ખરાખર લાયક છે.”
તરત જ સમ્રાટે રાજ્યપાત્ર સ’પ્રતિના રાજ્યાભિષેકની તૈયારી કરી અને વિજયાદશમીના શુભ મુહૂર્તે દશ મહિનાના પાત્રને ભારતના ભાવી સમ્રાટ તરીકેનું તિલક કર્યું અને તેની મગધના યુવરાજપદે સ્થાપના કરી, એટલું જ નહિ પણ તેને અવન્તીનેા શાસક બનાવ્યેા.