________________
પ્રકરણ ૧૩ મું.
વફાદાર ધાવમાતાની ઐતિહાસિક સેવા. ભારતના મહાન ભાગ્યવિધાતા સંપ્રતિ કે જેને દિગંબર જૈન સંપ્રદાય દ્વિતીય ચંદ્રગુપ્ત તેમજ ઈતિહાસવેત્તાઓ જૈન અશોકના નામે સંબંધી તેના કરેલાં અમર કાર્યોની કદર કરે છે. પુરાણકારે તેને સપ્તતિના નામે ઓળખાવે છે, પરંતુ જેને તે તેને સંપતિના નામે જ સંબોધે છે. આ પ્રમાણે આ ભાગ્યવિધાતાનાં નામની અલગ અલગ સંજ્ઞાઓ જેવામાં આવે છે.
આ મહાપુરુષનો જન્મ સુરદાસ કુણાલની પર્ણકૂટીમાં થયો હતો, કે જે આશ્રમ પ્રભુભક્તિનું અવિચલ ધામ બન્યું હતું
સુજ્ઞ વાચક, જગતમાં અવતારી મહાપુરુષને જન્મ એવાં સ્થાનમાં થતું હોય છે કે જે સ્થાને જગતમાં એવા ખણે–ચરે રહેલાં હોય છે કે તેની માહિતી જગતને અવતારી મહાન પુરુષોની અમર કીર્તિ ગવાયા બાદ મળે છે.
રાજ્યપુત્ર સંપ્રતિને માટે કેઈપણ જાતને ગાદીને વેગ જણાતો ન હતો, કારણ કે. યુવરાજ કુણાલના અંધાપાને અંગે તેને રાજ્યહકક રદ કરવામાં આવ્યો હતો. જો કે મહારાજા અશોકને બીજે રાજપુત્ર મહેન્દ્ર કુણાલની પશ્ચાત ગાદીવારસ તરીકે યુવરાજપદે સ્થપાય તેમ હતું છતાં આ સંસ્કારી રાજ્યપુત્ર બંધુ મેમને અંગે રાજ્યતખ્તને બદલે સંન્યાસ સ્વીકારી આદર્શ ભિક્ષુક બને અને રક્તર્ભિજિત રાજ્ય સિંહાસનના હક્કને તેણે ત્યાગ કર્યો.
તત્પશ્ચાત મહારાજા અશોકના બીજા પુત્રો પૈકી દશરથને મગધ સામ્રાજ્યના ગાદીવારસ તરીકેને હક મંજૂર કરવામાં આવ્યું હતું, અને આ રાજ્યપુત્રને પાટવીકુમાર બનાવી, અવન્તીને રાજ્યવહીવટ તેને સુપ્રત કર્યો હતો. એટલે ઈ. સ. પૂર્વ ૨૬૨ માં મગધ ઉપર મહારાજા અશોક હતા, અને અવન્તી ઉપર યુવરાજ કુણાલના અંધાપા બાદ રાજ્યપુત્ર દશરથ હતે.