________________
૨૫૪
સમ્રાટું સંપ્રતિ
કારણે સહુના હૃદયમાં આ ભાગ્યાત્માને જ જન્મપ્રભાવ સમજાયે. તેમજ “ભવિષ્યમાં આ આત્મા મહાન સંપત્તિને ભક્તા અને સંસ્કારી થશે કે જે મગધ અને માળવાને સંપત્તિથી ભરપૂર કરશે” એવી રીતનું ભાવી સમજાયું અને તેના કારણે આ રાજ્યપુત્રનું નામ “સંપ્રતિ ” એવું રાખ્યું. રાજ્યપુત્રના નામાભિધાનના સમયે જ્યાં સેંકડો દરબારી હાથીઓએ શીર ઝુકાવી સલામ કરવી જોઈએ તેને બદલે તે દિવસે ભજનની ધૂન જામી અને આનંદત્સવનો આખો દિવસ પ્રભુભક્તિમાં ઉજવાયે. કુમાર સંપ્રતિ છ માસનો થયે તેવામાં તે ઘાસચારો અને ધાન્યની વૃદ્ધિ એટલી બધી થઈ કે સુકાળના સમય કરતાં પણ તેના ભાવ ઓછા થઈ ગયા. •
છે
કાકડી