________________
૨૪૮
સમ્રાટે સંપ્રતિ બદ્ધત્વપણું હતું તે અમને બતાવશે ખરા કે જેના અંગે જગતના ઈતિહાસકારો પૈકી કઈ કઈ મહારાજા અશકને અંતિમકાળ સુધી ચુસ્ત બૌદ્ધધમી તરીકે જણાવે છે.
અમો આ પ્રકરણ પૂરું કરતાં મહારાજા અશોક, ધર્મ અશક બન્યા પછી કયા ધર્મ ઉપર અધિક પ્રેમી બન્યો હતો તેને અંગે જગતના જાણીતા ઇતિહાસકારોનાં પ્રમાણે રજૂ કરી ખાત્રી કરી આપવા માગીએ છીએ કે મહારાજા અશોક એ સત્યધમી અને મહારાજા ચંદ્રગુપ્તના જૈનધર્મને જ અનુસરનારે બન્યો હતો. સમર્થ ઈતિહાસવેત્તાઓના અભિપ્રાય
મહારાજા અશોકની ધર્મભાવનાને અંગે મી. એડવર્ડ થેમસ જણાવે છે કે – “અશોક નાનપણથી જ પોતાના પિતામહ ચંદ્રગુપ્તના ધર્મથી આકર્ષાયો હતો.” આના ટેકામાં કાશ્મીરમાં લખાએલ “રાજ્યતરંગી” નામના ગ્રંથને આધાર ટાંકે છે. શહેનશાહ અકબરના સમયમાં મંત્રી અબુલફઝુલના હાથે લખાએલ “આઈને અકબરીમાંના મહત્વતાભર્યા ત્રણ મુદ્દાઓ પર વિવેચન કરતાં મી. થેમસ જણાવે છે કે
અશોકે પિતે કાશ્મીરમાં જૈનધર્મને પ્રચાર કર્યો હતે.” આના ઉપર ભારપૂર્વક પિતાની દલીલ રજૂ કરતાં વિદ્વાન સંશોધક મી. થેમસ જણાવે છે કે “અશકે કાશ્મીરમાં જૈન ધર્મને પ્રચાર કર્યાની વાત માત્ર મુસલમાની ગ્રંથકર્તા જ કહેતા નથી, પરંતુ રાજ્યતરંગીમાં પણ તે વાત સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવી છે.” આ ગ્રંથ ચેકસ સ્વરૂપમાં જે કે ઈ. સ. પૂર્વે ૧૧૪૮ માં મૂકવામાં આવ્યું છે છતાં તેના ઐતિહાસિક વિભાગનો આધાર પદ્યમિહીર અને છવલાકાર નામના પ્રાચીન હસ્તલિખિત ગ્રંથમાંથી લેવામાં આવે છે.
વધુમાં વિદ્વાન પંડિત થોમસ માને છે કે “અશોક તેની આખી કારકિદી દરમિયાન આજીવન જેન ન હતો; નહિ તે જેનેએ તેને પ્રતિભાશાળી ધર્મસંરક્ષક તરીકે સ્વીકાર્યો હોત.”
મી. થોમસ આગળ ચાલતાં જણાવે છે કે–“ અશોક સાધુઓના ઉપદેશથી જે કે પાછળથી આકર્ષાયે હતું છતાં તે તેમના સાંપ્રદાયિક વાડામાં ન રહેતાં, સર્વ દર્શનમાન્ય નૈતિક નિયમને અને સિદ્ધાંતરૂપ ધર્મને પ્રજામાં પ્રચારક બન્યા હતા.”
મહામાન્ય હેરેસ કહે છે કે—જૈનધર્મના શાશ્વતા સિદ્ધાંતની અસર મહારાજા અશોક ઉપર થઈ હતી અને તે પવિત્ર બન્યો હતો.
અહીં અમારો કહેવાને પ્રમાણિક ભાવાર્થ એ છે કે જે કે અશોક, મહારાષ્ટ્ર તીખ્યરક્ષિતાના લગ્ન બાદ બદ્ધધમી બન્યા હતા, પરંતુ રાણુ તીષ્યરક્ષિતાના મૃત્યુ બાદ તેનું પરિવર્તન થયું હતું કે તેના પર જૈન ધર્મના સચોટ સિદ્ધાંતોની અસર થઈ હતી