SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સમ્રાટ્ સંપ્રતિ ઉપરોક્ત પત્ર વાંચતાં જ સમ્રાટ બેશુદ્ધ જે દિમૂઢ બની ગયા. આ વિષયમાં આમ કેમ બન્યું તેની પહેલાં તે તેને સમજ પડી નહીં, પરંતુ વિશેષ વિચાર કરતાં સમ્રાટને પલંગ પર પડી રહેલ પત્રને ખ્યાલ આવ્યું, અને સાથોસાથ રાણ તીષરક્ષિતાનું જ આ કાવવું હોવું જોઈએ એવું અનુમાન પણ બાંધી લીધું. ક્રોધના આવેશમાં ઉગ્ર બનેલ સમ્રાટે નિર્દોષ પાટવીકુંવરના અંધાપાને બદલે લેવા અવિચારી કપટી રાણીને જીવતાં ને જીવતાં બાળી મૂકવાને હુકમ કર્યો. રાજ્યાજ્ઞાનું કડક પાલન કરતાં કર્મચારીઓને દયા આવી અને તેઓએ મહારાણી તીખ્યરક્ષિતાને રાજમહેલમાંથી લઈ જઈ જંગલમાં એક પર્ણકૂટીમાં ગુપ્તપણે રાખી તેને જીવતદાન આપ્યું, જ્યાં તેણીનું પાછળથી પશ્ચાત્તાપપૂર્વક મૃત્યુ થયું. આ ઘટના બની ગયા બાદ સમ્રાટ એટલે બધે તે ક્રોધીલે અને અત્યાચારી બન્ય કે તેણે પોતાના ક્રોધના સમાવેશની ખાતર પાટલિપુત્રમાં “નગાર” બનાવ્યું. તેના સ્વભાવમાં એટલું બધું પરિવર્તન થઈ ચૂકયું હતું કે નજીવા ગુન્હાને અંગે ગુન્હેગારોને સખ્ત સજા કરતે ને નર્કગારમાં ભયંકર સજાએ ભગવાને મોકલી આપતો. ત્યાં એવી તે ભયંકરમાં ભયંકર સજા થતી હતી કે તૈયાર રાખવામાં આવેલ તેલની ગરમ કઢાઈમાં ગુન્હેગાર મનુષ્યોને જીવતા ને જીવતા તળી નાખવામાં આવતા. આ સંબંધમાં લખતાં માર્યવંશી ઇતિહાસકાર જણાવે છે કે–“મહારાજા અશોક રાજ્યગાદીની શરૂઆતના વર્ષથી ઘણે જ કૂર અને અત્યાચારી હતે. એક વાર પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ૫૦૦ અમાત્ય પર તે ક્રોધે ભરાયો અને પિતાની તલવારદ્વારા સ્વહસ્તે જ પાંચસો અમાત્યનાં શિરો ધડથી જુદાં કરી નાખ્યાં. તેવી જ રીતે એક સમયે ક્રોધાવેશમાં અંત:પુરની પાંચસો રાણીઓને ઘાત આ રાજવીએ પિતાને હાથે કરી નાખ્યો હતો. સ્ત્રી અને પુરુષોને નજીવા ગુન્હાને કારણે જીવતા ને જીવતા બન્યા હતા. અંતે અમાત્યની સલાહ અનુસાર મહારાજા અશેકે પોતાના હાથે તલવાર ચલાવવાનું ત્યજી દીધું ને અપરાધીઓને શિક્ષા કરવા માટે ચંડકગિરિક નામના એક નિર્દય મનુષ્યની નર્કાગારના ઉપરી તરીકે નીમણુક કરી કે જે મનુષ્ય બીજાઓને દુ:ખ દેવામાં આનંદ માનતો હતો. તે નિર્દય ચંડકગિરિકે પિતાના માતાપિતાને પિતાને હાથે ક્ષણ માત્રમાં મારી નાખ્યાં હતાં. આવી ભયંકર વ્યક્તિની વધઘાતક તરીકેની નીમણુક કરી સમ્રાટ અશોકે પાટલિપુત્રમાં ભયંકર જેલખાનું બનાવ્યું. આ નર્કાગારનું બાહ્ય સ્વરૂપ અતિશય સુંદર અને મોહક હતું અને તેને બહારથી જોતાં અંદર શું છે? તે જોવાનું અજાણ્યા મુસાફરને સહજ દિલ થતુંપરન્તુ અંદર પહોંચતાં જ તેઓ અત્યાચારના ભંગ થતા અને જીવતા બહાર નીકળવા પામતા ન હતા. બાલપંડિત નામે એક અજાણ્ય બદ્ધ ભિક્ષુક કે જે કુતુહલતાથી જેલના દરવાજાની અંદર જોવા ગયે તેને વધઘાતકે તરત પકડી લીધો. પ્રભુપ્રાર્થના માટે ૭ દિવસને ટાઈમ આપી તેને જેલમાં પૂર્યો. સાતમે દિવસે તેલની ગરમાગરમ કઢાઈમાં તેને નાખવામાં આવ્યો. કઢાઈના તેલમાં ભિક્ષુકના પડવા સાથે એક ચમત્કારિક બનાવ બન્યા. ગરમાગરમ ઉકળતું તેલ તદ્દન
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy