________________
પ્રકરણ ૧૦ મું.
કર ને જે. અશેકની કલિંગ પર ચઢાઈ, રાજપુત્ર કુણાલને તેના ૧૬ મા વર્ષની વર્ષગાંઠની ખુશાલીમાં (ઈ. સ. પૂર્વે ર૬૨-૨૬૩ માં) અવન્તીની રાજ્યગાદી મળવી જોઈએ તેના બદલે તેને પૂર્વ સંચિત કર્માનુસાર અંધાપો મળે. આ પ્રસંગને અનુસરીને એક કાવરાજ લખે છે કે
બની બનાઈ બન રહી, ઓર બનવેકી રહી;
બુંદ પડંતા સે લીખા, તે તે મીટતી નહિ.” રાણીને પ્રપંચ ફૂટે છે –
ઉજજેનના દરબારે રાજ્યખરીતે લઈ જનાર ખેપીયે તેને જવાબ લેહીથી ખરડાએલા કાગળમાં લઈ આવ્યો. પત્રના જવાબમાં મહારાજા અશોકને તેના લઘુબંધુ માધવસિંહે જણાવ્યું હતું કે
સમસ્ત અવન્તીમાં પ્રિય થઈ પડેલ પાટવીકુંવર વીર કુણાલને તેની ગ્ય ઉંમરે રાજ્યગાદી સુપ્રત કરવાનો સંદેશ મળવો જોઈએ તેને બદલે કુંવરને અંધ કરવાને રાજ્યખરીતો મળવાથી આજ્ઞાંકિત રાજ્યપુત્રે મર્યવંશની ગેરવતા અમર રહે તે ખાતર પિતૃઆજ્ઞાને માન આપી અંધાપે સ્વીકારી લીધું છે.
સમજ નથી પડતી કે રાજ્યગાદીને બદલે યુવરાજને બંધ કરવાનું કારણ શું?
આ રીતના મહારાજાશ્રીના વર્તનથી અવન્તો શોકમાં ડૂબી ગઈ છે. અધિકારીઓ અને પ્રજામાં અસંતોષ વધી પડ્યો છે. પ્રજાને સંતોષવા ગ્ય ખુલાસો પાઠવશે અને હવે રાજ્યવ્યવસ્થા કઈ રીતે સંભાળવી તથા રાજ્યગાદી કોને અર્પણ કરવી તે પણ જણાવશે.”