________________
કુણાલ અંધ બને છે
૨૪૧ ખુલ્લી રીતે રૂદન કરવા લાગી અને પ્રત્યેક ક્ષણે આફતની શંકા દેખાવા લાગી. આખી સભાનું વાતાવરણ વિષાદમય બની ગયું.
કાકાશ્રી ! સબુર, ગમે તે તો પણ તે પિતાજીને પત્ર છે. મગધ સમ્રાટનું આપ આ રીતે અપમાન કરો છો તે ઠીક નહિ.” એમ કહી તેણે કાગળ ઉપાડી લીધો. યમરાજના પ્રિય મિત્ર સમાન એ ઝેરી કાગળ યુવરાજે લઈ વાંચતા ખુશ સમાચારને અંતે કુમારે વિષ એવા શબ્દ તેણે વાંચ્યા અને એને ભાવાર્થ તે સમજી ગયે. સમ્રાટ પ્રત્યે અત્યંત પૂજ્ય ભક્તિભાવ ધરાવનાર યુવરાજે માધવસિંહને કહ્યું કે“કાકાશ્રી ! ચંદ્રગુપ્તના વંશમાં વડિલની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કેઈ થયો નથી અને જો હું પાટવી કુંવર થઈ સમ્રાટની આજ્ઞાનો લેપ કરીશ તો મારા આચરેલા માર્ગે અન્ય ચાલશે, માટે તમે જલદી સમ્રાટની આજ્ઞાનું પાલન કરો અને આ કમનશીબ કુણાલને અંધ કરે. ”
રાજ્યસભા ચિત્રવત્ સ્થિર થઈ ગઈ. સેવે એક બીજા સામું જોવા લાગ્યા. આમાં સહુને કાવત્રાની ગંધ આવી. માધવસિંહે કુણાલને કહ્યું કે “આ અયોગ્ય આજ્ઞાનું પાલન આ સમયે થઈ શકે જ નહિ. સમ્રાટને આ સંબંધમાં ફરી પૂછાવવું જોઈએ.”
કુણાલે કાકાના સૂચનની અવગણના કરી કહ્યું કે-“નહિ, બીલકુલ નહિ. કાગળ ઉપર મહારાજાની મહોરછાપ સ્પષ્ટ છે. અક્ષરો પણ તેમના પિતાના જ છે માટે તેમની આજ્ઞાનું પાલન તરત થવું જ જોઈએ.”
અત્યાર સુધી શેકજનક થયેલી ધાવમાતા દેડી આવી અને બહાવરી બની યુવરાજને બાઝી પડતાં કહ્યું કે-“મહારાજની આવી આજ્ઞા ?' કુણાલે તેને શાંત પાડતાં કહ્યું કે–
માતાજી! પિતૃઆજ્ઞા એ પ્રભુઆણા જ ગણાય. તેનું ઉલ્લંઘન પુત્રથી કદાપિ થઈ શકે જ નહિ.”
વહાલા પુત્ર! આમાં ભયંકર તર્કટ છે, માટે ઉતાવળે એમ કાંઈ આંખે રેડાય નહિ. અરેરે ! તારી સ્વર્ગસ્થ માતાને હું શું જવાબ આપીશ? અંતરીક્ષે રહેલ તારી માતાને. આત્મા પોતાના નિર્દોષ બાળક પર ગુજરતે સિતમ કેમ સાંખી શકશે ?”
રાજપુત્ર કુણાલ પિતૃઆજ્ઞા પાળવા તલપાપડ થઈ રહ્યો હતો અને તરત જ તેણે પ્રતિહારીને તપેલા ગરમ સળીયા લાવવાની આજ્ઞા કરી. કુમારનું ઉગ્ર સ્વરૂપ જોઈ કઈ તેમને સમજાવવા શક્તિવાન થઈ શક્યું નહિ.
તરત જ પ્રતિહારી લેહના તપાવેલ લાલચોળ બે સળીયાઓ લઈ આવ્યો અને પિતાના રૂપ અને કામણગારી અને પશ્ચાત્તાપ કરતાં કુમારે પ્રાર્થનાપૂર્વક કહ્યું કે – હે પરમકૃપાળુ પરમાત્મા ! તેં મને અંધાપા પૂરતો જ સ્વરૂપવાન બનાવ્યો !” એમ
૩૧