________________
૨૪૦.
સમ્રાટું સંપ્રતિ કહ્યા હતા. વળી આ પત્ર પણ અતિ શુભસૂચક હોવાથી રાજ્યપુત્રની વર્ષગાંઠના દિવસે દરબારના સમયે જ પહોંચી જવો જ જોઈએ એવું ખાસ મહારાજાશ્રીએ સ્વમુખે જ પિતાને ફરમાવ્યું હતું. એટલે મગધથી આવેલ દૂત આ જાતનો દેખાવ જોઈ આભે જ બની ગયો. તેણે કહ્યું કે “મંત્રીશ્વરજી ! આપ શા માટે પત્ર વાંચતા અટકાવ છો? મહારાજ વિગેરે સર્વ રાજ્યકુટુંબ આનંદમાં છે. પત્રમાં મહારાજાએ આનંદ પ્રદર્શિત કર્યો છે ને મુખથી પણ કુશળ વર્તમાન જણાવવા સૂચવ્યું છે તેમજ અહીંથી પણ આનંદના સમાચાર મગાવ્યા છે. આવા શુભ માંગલિક પ્રસંગના પત્રમાં બીજું શું હોઈ શકે કે જેથી આપને અચકાવું પડે છે?”
. મંત્રીશ્વરે ન-છૂટકે તે પત્ર માધવસિંહ તરફ ધર્યો અને તેણે ધ્રુજતે હાથે પત્ર લઈ વાંચતાં જ એક કારમી ચીસ પાડી કહ્યું: અહાહા ! શી ભવિતવ્યતા ! એક ક્ષણમાં કર્મગતિ હસાવે છે ત્યારે બીજી ક્ષણે તે ચોધાર આંસુએ રેવરાવે છે. કર્મની પ્રાબલ્યતા કોને છોડે છે? તરત જ કાગળને તેણે ફેંકી દીધો અને તેનું મુખ વિશેષ ગ્લાનિથી આચ્છાદિત બની ગયું.
આ સમયે દરબારમાં હાજર રહેલ માળવાના શ્રી સરદારો અને યોદ્ધાઓનાં હદય ભયંકર યુદ્ધ કરતાં પણ આ પત્રના ભેદી ટુકડાએ વધુ હચમચાવી મૂક્યાં અને રાજ્યસભા સ્તબ્ધ બની ગઈ. રાજયસભાની આવી સ્થિતિ જોઈ યુવરાજ કુણાલ બોલ્યા કે-“કાકાશ્રી ! કાગળમાં પિતાશ્રીએ એવી શી આજ્ઞા ફરમાવી છે કે આ૫ આમ આભા બની ગયા છે?”
નિર્દોષ, દિવ્ય, કાંતિવાન, પ્રભાવશાળી ભત્રીજાના મુખ સન્મુખ માધવસિંહ ટગર ટગર જોવા લાગ્યા અને એક શબ્દ પણ બોલી શકે નહિ. તેનાં ચક્ષુઓ પણ અશ્રુભીનાં થઈ ગયાં. જ્યારે માધવસિંહના મુખમાંથી પણ તેના પ્રત્યુત્તરરૂપે એક શબ્દ પણ ન નીકળે ત્યારે હાથીના બચ્ચાની જે એ યુવરાજ સિંહાસન પરથી નીચે ઉતરી તે પત્ર લેવા આગળ વધ્યા.
યુવરાજને કાગળ ઉંચકત જે તરત જ માધવસિંહ ચમક, અને એકદમ ફાળ ભરી યુવરાજ પાસે આવી તેને પ્રેમપૂર્વક કહ્યું કે “હાલા યુવરાજ! આ ઝેરી પત્રને ન અડકતાં તેને અહિં જ રહેવા દો. મહારાજ પાસેથી બીજા સત્ય સમાચાર મંગાવીશું અને પછી તે આપને જાણવા મળશે.”
માધવસિંહની આવી વર્તણક જઈ યુવરાજ વધુ ચમક, સભાનાં હૈયાં વિશેષ કંપી ઊડ્યાં અને પત્રમાં યુવરાજ માટે જ માઠા સમાચાર છે એવું સમજી સભા તે સમાચાર જાણવા વિશેષ આતુર બની.
રાજ્યદરબારના (ચકમાં) પડદામાં બેઠેલી સુંદરીઓનાં ચંદ્રવદન પણ વિલખાં થઈ ગયાં અને યુવરાજની ધાવમાતા અને અન્ય સ્ત્રીઓનાં હૃદય ખળભળી ઊઠ્યાં. સમાચાર જાણ્યા પૂર્વે જ રાજ્ય રમણીઓનાં ઘૂસકાના અવાજે પડદા ભેદી બહાર આવવા લાગ્યા. યુવરાજની ધાવમાતા કે જેણે યુવરાજને ઉછેરી માટે કર્યો હતે તે સુનંદા ધાર આંસુએ