SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા બિંદુસાર ૨૩૧ કરી પિટીમાં મૂક્યો. બાદ તેણે તે પિટીને અનેક તાળાંઓ દઈ જાણે ઘરનું સર્વસ્વ તેમાં ન હોય તે પ્રમાણે તેને ઘરના અંદરના ભાગમાં પેક કરી મૂકી રાખી. બીજી બાજુએ પંડિતે પિતાની બુદ્ધિને ઉપયોગ કરી દુબુદ્ધિ સુબંધુને તેની કૃતિનું બરાબર ફળ મળે તેને માટે મહારાજાને જણાવ્યું કે હું અતિ વયેવૃદ્ધ હોવાના કારણે રાજ્ય સંભાળી શકું એમ નથી. એટલે આ સુબંધુને અમાત્યપદ આપી મને મુક્ત કરે, કારણ કે હું મારું આત્મકલ્યાણ કરવા ચાહું છું. મહારાજાએ તે મુજબ કર્યું અને આ વાવૃદ્ધ પ્રધાન રાજ્યભારથી તદ્દન અલગ થય. વયેવૃદ્ધ ચાણકયે પિતાના ઘરને તાળું મારી, નગરની બહાર જઈ મૃત્યુને ભેટવા તૈયારી કરી. પંડિત ચાણક્યનું અનશન વ્રત બાદ ચાણકયે અનશન ગ્રહણ કરી, અગ્નિજ્વાલા પ્રકટાવી અને તેમાં પ્રવેશ કરી મૃત્યુ પામવાને નિશ્ચય કર્યો. ધાવ માતાએ આ વાત જાણી રાજાને કહ્યું કે“હે પુત્ર! આર્ય ચાણક્ય પ્રધાન પ્રત્યે તેં આ શું આચરણ કર્યું ? તેની તીક્ષણ બુદ્ધિદ્વારા તને સાત વિભાગવાળ રાજ્યવિસ્તાર પ્રાપ્ત થયેલ છે અને આ તારી જિંદગી પણ તેની યુક્તિથી બચવા પામી છે. આથી વધારે તને શું કહું? તને જીવાડવાની ઈચ્છાવાળા પંડિતે સ્ત્રીધના પાપને પણ ન ગણકાર્યું, ભયંકર લેકના અપવાદને પણ ન ગણ્યો અને તને બચા.” આ પ્રમાણે જણવી ધાવ માતાએ પૂર્વોક્ત સર્વ હકીકત કહી સંભળાવી. એટલે મહારાજા બિંદુસાર તરત જ પરિવાર સહિત પંડિત ચાણકયની ક્ષમા માગવાથે ગયા, અને ચાણક્યના પગમાં પડી, પ્રણામ કરી, લજજાથી નીચા મુખવાળા રાજાએ ગળગળા અવાજે પિતાને અપરાધ માફ કરી પુનઃ રાજ્યમંદિરમાં પધારવા પ્રાર્થના કરી. પંડિત ચાણક્ય કહ્યું કે-“હે વત્સ! મને કોઈના પર ક્રોધ નથી, માટે તું ખુશીથી રાજમહેલે જા. મેં તે અનશનવ્રત લીધું છે.” ત્યારબાદ રાજા વંદન કરી તેને ખમાવી ઘેર ગ. આ હકીકત દુષ્ટ આશયવાળા સુબંધુના જાણવામાં આવતાં તેણે આ ગ્ય અવસર આ જાણી મહારાજાને કપટબુદ્ધિથી જણાવ્યું કે હે દેવ ! પંડિત ચાણકય આ સમયે પૂજાને લાયક છે; માટે તમારી રજા હોય તો હું પણ તેની પૂજા કરું.” સુબંધુએ પડિત ચાણક્યને બાળી મૂક્ય આ પ્રમાણે તે પટબુદ્ધિ સુબંધુએ બીજા માણસો ન જુએ તેવી રીતે ધૂપ કરતાં એક અંગાર છાણામાં નાખી દીધો. આ સમયે દુર સુબંધુના બુદ્ધિ કાર્યને જોઈ પ્રતિકાર કરવાને અસમર્થ એ સૂર્ય પણ અસ્ત પામે. આમ છાણમાં દૂધવાતા અગ્નિએ અંધકારમય રાત્રિમાં પિતાનું સ્વરૂપ પ્રકાશ્ય અને સમભાવવાળા પ્રધાન ચાણકયને બાળવા લાગ્યા. પંડિત ચાણક્ય આ કાળે ચિંતવવા લાગ્યું કે- હે જીવ! તે પહેલાં દુઃખ ઉપાર્જન
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy