________________
૨૩૦
સમ્રા સંપ્રતિ સર્વોત્તમ કુંડળીના આધારે કરવામાં આવ્યા હતા. તેની કખથી એકાદ બે વર્ષમાં જ ભારતના મહાન સમ્રાટું અશોકને જન્મ ઈ. સ. પૂર્વે ૨૯૫ અથવા ૨૬માં થયેલ હતું. બીજી બાજુએ સમ્રા બિંદુસાર ઉપરોક્ત લગ્ન બાદ એટલો બધો વિષયાંધ બન્યું હતું કે પોતાના નબળા બાંધાને વિચાર ન કરતાં બમ્બે વર્ષે નવી નવી સ્ત્રીઓ પરણતો જ ગયો હતો કે જેના યોગે તેને દશ બાર પુત્રની ઉત્પત્તિ થઈ હતી, પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે લગભગ ૪૦ વર્ષની યુવાવસ્થામાં ઈ. સ. પૂર્વે ર૭રમાં તેને પિતાના દેહને ત્યાગ કરે પડ્યું. તેના રાજ્યામલમાં બનેલ મુખ્ય ઘટનાઓની નેંધ નીચે મુજબ છે. મહારાજા બિંદુસારના રાજ્યવહીવટમાં બનેલ ઘટનાઓ
પંડિત ચાણકય મહારાજા ચંદ્રગુપ્તના મૃત્યુ બાદ લગભગ ૧૫ વર્ષ સુધી જીવવા પામ્યા હતા. નંદવંશના કુટુંબીઓ તરફથી પણ પંડિત ચાણક્ય વિરુદ્ધ કાવત્રાં થયા કરતા હતા, જેને સામને પંડિત ચાણક્ય બહાદુરીથી કર્યા કરતા હતા છતાં તેના કાવત્રાંને ભેગ અન્ત પંડિત ચાણક્યને બનવું જ પડયું. આ વિષયમાં નવાંગી ટીકાકાર શ્રીમદ્દ અભયદેવસૂરિજી જણાવે છે કે –
એક દિવસ નંદરાજાના સુબંધુ નામના પ્રધાને એકાંતમાં બિંદુસાર રાજાને કહ્યું કે“હે દેવ! જે કે અમે શત્રુ પક્ષના છીએ અને તેટલા ખાતર જ અમે દૂર કરાયા છીએ; છતાં રાજ્યને હિતકર કાંઈક હું આપને જણાવું છું. આપના માનને લાયક પંડિત ચાણકય હલકી પ્રવૃત્તિને અને પાપકર્મમાં પૂરો છે. અત્યંત કરુણ રીતે રડતી તમારી માતાનું પેટ ચીરી તે પાપીએ તેને પરલોક મોકલી. શું તે કાર્ય આપને અયોગ્ય લાગતું નથી ? તમારે પણ તમારા આત્માનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું.”
રાજાએ ઉપરોક્ત હકીક્ત સાંભળી પોતાની ધાવમાતાને પૂછયું ત્યારે તેણીએ ભેળા ભાવથી જણાવ્યું કે હે પુત્ર! સુબંધુની હકીકત સત્ય છે.
ધાવ માતાનાં ઉપરોક્ત વચન સાંભળી મહારાજા બિંદુસાર ક્રોધે ભરાયે. પંડિત ચાણકય આ વસ્તુને તરત પારખી ગયે અને પિતાને ઘેર આવ્યું. સગાંસંબંધીઓને બોલાવી ગ્ય શિખામણ આપી પોતાનું દ્રવ્ય ધર્મકાર્યમાં વાપરવાની વ્યવસ્થા કરી.
ચાણકયની પત્ની સ્વર્ગવાસ પામી હતી, અને તેને સંતાનમાં કહ્યું હોય એવું માલુમ પડતું નથી. એટલે પોતાના કુટુંબમાં ચાણકય એકલે જ હતું તે આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે. દગા કીસકા સગા નહિ–
પછી તીક્ષણ બુદ્ધિવાળા ચાણકયે ગમંત્રાદિકથી સંયુક્ત એક પ્રકારને ગંધ બનાવી તેને લિખિત ભેજપત્ર સાથે દાબડામાં ભર્યો. પછી તે દાબડાને લાખથી બરાબર બંધ