________________
સમ્રાટુ સંપ્રતિ રાખી પાણીના પૂરથી બચવાને અર્થે નાની નાની હેડીએ, તુમડાંઓ, ગાયે (તરા) આદિ અનેક જાતનાં સાધને ગ્રામ્યજનેને પૂરાં પાડવામાં આવ્યાં હતાં. તેવી જ રીતે ધાર્મિક ક્રિયાઓમાં શ્રદ્ધા ધરાવનાર પંડિત ચાણકય નદીઓમાં પૂર ન ચડે તેને માટે અનેક જાતની ધાર્મિક ક્રિયાઓ જાતે કરતે અને કરાવતે. સિક્કા-ચલણ–
આ ઉપરાંત વ્યવહાર અને લેવડ-દેવડ માટે અનેક જાતના સિક્કા બનાવવામાં આવ્યા હતા. ચાંદીના સિક્કામાં ચાર ભાગ તાંબુ, એક ભાગ રૂપું, તેવી જ રીતે તેમાં સીસું યા અન્ય કઈ ધાતુને ભાગ મેળવવાથી તે સિકકે શુદ્ધ ચાંદીને ગણાતા હતા. આવા સિક્કાનું નામ “રૂપરૂપ” આપવામાં આવ્યું હતું, તેવી જ રીતે અર્થો, ચાર આની અને બે આનીના સિકકા તેના પ્રમાણમાં વજનવાળા બનાવવામાં આવતા હતા. તે સિવાય તાંબાના સિક્કાઓનું ચલણ પણ આ કાળે ચાલુ કરવામાં આવ્યું હતું. જેને “તામ્રરૂપ” અથવા “માસક”નું નામ આપવામાં આવ્યું હતું. તેમાં પણ “અર્ધ માસક” “કાંકણી” ( માસક) અને “અર્ધ કાંકણી” ( માસક) ના સિક્કાઓ બનાવવામાં આવ્યા હતા. એ સિવાય સેનાના સિક્કાઓ પણ ટંકશાળમાં પાડવામાં આવતા. સિકકાની નક્કલ કરનારાઓ તેમાં ફાવી ન જાય તેવી રીતનાં મિશ્રણ કરવામાં આવતાં હતાં, તથા તેના ઉપર ખાસ કાયદાના પ્રતિબંધ રાખવામાં આવ્યા હતા. (આ સંબંધમાં જુઓ કટિલ્ય અર્થશાસ્ત્રના ખંડ બીજાના ખાસ સિકકા પ્રકરણના અધ્યાય.) વ્યાપારની સગવડતા
તેવી જ રીતે વ્યાપારની સગવડતા ખાતર વ્યાજથી નાણાં આપ-લે કરવાનો વહેવાર છૂટથી ચાલુ કરવામાં આવ્યું હતું અને તેને અંગે પણ ખાસ નિયમો ઘડવામાં આવ્યા હતા. (જુઓ અર્થશાસ્ત્ર, ખંડ ૩ જે, પ્રકરણ ૧૧ મું.) શરાબ આદિ વ્યસને પર રાજયને પ્રતિબંધ
આ ઉપરાંત શરાબ, જુગાર આદિ સાત વ્યસને ઉપર પણ ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. આને અંગે પંડિત ચાણકય ખાસ લખે છે કે આ વ્યસનમાં શરાબનું વ્યસન ભારતની પ્રજાનું અહિત કરનારું અને અધોગતિએ પહોંચાડનારું હોવાથી તેના ઉપર ખાસ પ્રતિબંધ રહેવો જોઈએ. પરિણામે પંડિત ચાણકયે શરાબના ઉપર કડકમાં કડક પ્રતિબંધ મૂક્યો હતો. મેગેસ્થિનિસ કે જે મેસીડેનીયાના પ્રતિનિધિ તરીકે મહારાજા ચંદ્રગુપ્તના દરબારમાં હાજર હતા, તે લખે છે કે “ભારતીય પ્રજા આ કાળે મદિરાપાનથી અલગ હતી.”